તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન મોકૂફ:પાટડીના ધામા ગામે થતાં બાળલગ્ન અટકાવાયાં

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ચાઇલ્ડ લાઇન ટીમે માહિતીના આધારે ધામા ગામે ચાલતા બાળ લગ્ન સ્થળે તપાસ કરી હતી. જ્યાં છોકરીની ઉંમર ઓછી જણાતા પરિવારને કાયદાની સમજ આપી લગ્ન મોકૂફ રખાયા હતા.

સુરેન્દ્રનગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરને ચાઇલ્ડ લાઇન-1098માં પાટડીના ધામા ગામે બાળ લગ્ન અંગે માહિતી મળી હતી. આથી ચીફ ઓફિસર રવિરાજસિંહ ખેર, પ્રોબેશન અધિકારી જયપાલ ચૌહાણ, અધિક્ષક જયેશ સાપરા, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ટીમ સાથે રાખી ધામા ગામે લગ્ન સ્થળે રૂબરુ તપાસ કરાઇ હતી. જ્યાં જાન શંખેશ્વર તાલુકાના પાંચાસર ગામેથી આવવાની હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારે તપાસમાં છોકરીના પુરાવા ચકાસતા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાહી મુજબ છોકરીની ઉંમર 18 વર્ષ કરતા ઓછી જણાઇ હતી. આથી પરિવારના સભ્યોને કાયદાકીય સમજ આપી બાળલગ્ન મોકૂફ રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...