સોંપણી:મોરબીમાં સિરામિક ફેક્ટરીમાંથી મુક્ત કરાયેલા બાળ મજૂરો તેમના વાલીઓને સોંપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોનાં વાલીનાં દસ્તાવેજની ચકાસણી કરીને CWCની હાજરીમા વાલીને સોંપવામાં આવ્યા

મોરબીની એક સિરામિક ફેક્ટરીમાંથી બાળ મજૂરોને છોડાવ્યા બાદ તંત્રએ તેને ચાઈલ્ડ લાઈન ઓફિસમાં આશરો આપ્યો હતો. બાદમાં આ બાળકોના વાલીઓ પાસેથી દસ્તાવેજી ખરાઈ કરીને બાળકો તેમને સોંપવામાં આવ્યા છે.

ગત તારીખ 12-04-2022નાં રોજ મોરબી જિલ્લામાં ઉચી માંડલ પાસે આવેલી રામેસ્ટ ગ્રેનીટો ફેકટરીમાં રેઇડ પાડવામાં આવી હતી અને ત્યાંથી બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ બાદ ફેકટરીના કોન્ટ્રાકટર પર FIR કરીને CWC આદેશ અનુસાર બાળકોને ચાઈલ્ડ લાઇન ઓફિસ ખાતે રાત્રિ આશ્રય માટે રાખેલા હતા. આ નવ બાળકોનાં વાલીનાં દસ્તાવેજની ચકાસણી કરીને બાળકોને CWCની હાજરીમાં તેઓનાં વાલીને સોંપવામાં આવ્યા છે.

આ કામગીરી જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટીનાં ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા તથા તેમની ટીમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલભાઈ સેરશિયા, પ્રોટેક્શન ઓફિસર રીતેશભાઈ અને ચાઈલ્ડ લાઇન 1098ના કો- ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...