અકસ્માત:હળવદ હાઈ-વે પર કેમીકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું, ડ્રાઇવરનો આબાદ બચાવ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ હાઈ-વે પર કેમીકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું, ડ્રાઇવરનો આબાદ બચાવ - Divya Bhaskar
હળવદ હાઈ-વે પર કેમીકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું, ડ્રાઇવરનો આબાદ બચાવ
  • વહેલી સવારે ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો, લાખોનું કેમીકલ ઢોળાઈ ગયું

આજે વહેલી સવારે હળવદ હાઈવે પર આવે માર્કેટ યાર્ડ સામે કંડલાથી કેમિકલ ફરી અમદાવાદ જઈ રહેલું ટેન્કર પલ્ટી મારી જતા લાખો રૂપિયાનું કેમિકલ ઢોળાઈ ગયું હતું. જોકે, આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ, કંડલાથી એસિડ કેસીડ નામનું કિંમતી 30 ટન જેટલું કેમિકલ ભરી ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યુ હતું, ત્યારે હળવદ હાઈવે પર આવેલા માર્કેટયાર્ડ સામે વહેલી સવારે ગાય આડી ઉતરતા ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ટેન્કર પલટી ખાઇ જતાં તેમાં રહેલું લાખો રૂપિયાનું કિંમતી કેમિકલ ઢોળાઈ ગયું હતું. જોકે, કેમિકલ ઢોળાઈ જતા તેની દુર્ગંધના કારણે આજુબાજુમાં રહેતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...