વાહનચાલકોમાં ફફડાટ:સાયલા-પાટડીમાં એસટી-ટ્રાફિક તંત્રનું ચેકિંગ 12 વાહન ડિટેઇન કરી રૂ. 1.44 લાખનો દંડ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડીમાં 5 અને સાયલામાં 7 વાહન ડિટેઇન કરાતાં વાહનચાલકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાનાએસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં શુક્ર-શનિમાં પાટડી અને સાયલામાં કુલ 12 વાહન ડિટેઇન કરી અંદાજે રૂ. 1.44 લાખનો દંડ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડના વિસ્તારોમાંથી જ મુસાફરો ભરી જવાની ખાનગીવાહનો સામે ફરિયાદો ઉઠી છે. તેમાંય હવે એસટી સ્ટેશનો તેમજ પીકઅપ સ્ટેન્ડો પરથી ખાનગીવાહનોમાં મુસાફરો ભરીને લઇ જતા ચાલકોના કારણે દિવસે દિવસે એસટીને ખોટ વધી રહી છે.

આથી જિલ્લામાં થોડા દિવસોથી આવા ચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં પોલીસવડા હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ. સોલંકી,એસટીના કર્મચારી સાગરભાઇ, હેડ કોન્સ્ટેબલ બીપીનકુમાર, વિજયસિંહ, વરજાંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબી રોહિતભાઈ, નવનીતભાઈ, રામસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરીને ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. અને શુક્રવારે પાટડી વિસ્તારના માર્ગો પરથી 5 વાહનને ડિટેઇન કરીને રૂ. 60,000નો દંડ કરાયો હતો.

જ્યારે શનિવારે સાયલા વિસ્તારના માર્ગો પર કાર્યવાહી કરાતા 7 વાહનો ડિટેઇન કરી રૂ. 84,000નો દંડ કરાયો હતો. આમ બે દિવસમાં કુલ 12 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,44,000નો દંડ કરાતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રામાં જુદી જુદી જગ્યાએથી 4 વાહનની ચોરી
ધ્રાંગધ્રા શહેરમાં થોડા દિવસથી વાહન ચોરીના બનાવો વધવા લાગ્યા છે. ત્યારે શહેરમાં આવેલા હળવદ રોડ, જોગાસર પાસે, સીતા દરવાજા પાસે અને શકિત મંદિર પાછળના વિસ્તારમાથી બાઈક અને એક્ટિવા સહિત 4 વાહનની ચોરી કરી લઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વાહના માલિકો દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં વાહન ચોરી થયાની જાણ કરવામાં આવતા સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...