આવેદન:સસ્તા અનાજના દુકાનદારોનો રોષ: સમયસર પુરવઠો મળતો નથી પણ સમયસર અનાજ વિતરણનું કરાતું દબાણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિયેશને કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું
  • ​​​​​​​પુરવઠાનું વિતરણ અમે કહીએ તેમ નહીં કરો તો પરવાનો રદ કરવાનો, કાર્યવાહીની ચીમકી આપવામાં આવે છે: વેપારીઓ

સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને સમયસર પુરવઠો ન મળતો હોવાની સમસ્યા હતી. આ ઉપરાંત ચલણમાં રકમ ફેર સહિતની સમસ્યા હતીત્યાં પુરવઠા વિભાગે વિતરણ અંગે દબાણ કરાતુ હોવાથી દુકાનદારો રોષે ભરાયા હતા. આથી સુત્રોચ્ચાર સાથે કલેક્ટરકચેરી ધસી જઇ આવેદન પાઠવ્યું હતું. જો માંગ પુરી નહીં કરાય તો વિતરણ વ્યવસ્થા અટકાવી દેવાની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ વિતરણ વ્યવસ્થાની ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે. સસ્તા અનાજના દુકાનધારકોને વિતરણ અંગે તંત્ર દબાણ કરાતુ હોવાની રાવ સાથે પ્રમુખ નારણભાઇ ચાવડા, ધનજીભાઇ પરમાર, પુર્વરાજસિંહ ઝાલા, મુન્નાભાઇ રાણા, ધર્મેન્દ્રસિંહ રાણા, કાદરભાઇ જીંદાણી સહિત દુકાનદારોએ કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુંજબ જિલ્લાના 540 સસ્તા અનાજના દુકાનદારોને તંત્ર દ્વારા વિતરણ અંગે ત્રાસ આપી રહ્યા છે.

વેપારીઓને વિતરણ વ્યવસ્થા માટે મક્કમ છે પરંતુ તેની નિતીઓ પ્રમાણે વિતરણ નહીં અને અન્ય પરિસ્થિતી પ્રમાણે વિતરણ કરવા મજબુર કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ વર્ષોથી પુરવઠાનું વિતરણ કરે છે.ચલણ ભરવા છતા સમયસર જથ્થો પ્રાપ્ત થતો નથી.અને મળે તો છેલ્લી તારીખોમાં જથ્થો મળે છે અને તેનું સમયસર વિતરણ કરવાનું દબાણ કરાય છે.

જ્યારે દુકાનદારોનું કમીશન આજદીન સુધી મળ્યુ નથી.આથી દિવાળી જેવા તહેવારોમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.જો તેમ નહીં કરાય તો માસ સીએલ મુકી વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવાની ચિમકી આપવામાં આવી હતી.આ અંગે જિલ્લા કલેક્ટરે એ.કે.ઔરંગાબાદકરે સસ્તા અનાજના વેપારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યુ હતું.

કાયદેસર કાર્યવાહીની બીક બતાવાય છે
હાલ ચલણ ભરવા છતાં સમયસર જથ્થો પહોંચતો નથી, પોષણક્ષમ અને સમયસર કમીશન ચુકવવામાં આવતુ નથી.જ્યારે હાલ પુરવઠો મહિનાની છેલ્લી તારીખોએ આપી વેપારીઓને સમયસર વિતરણનું દબાણ કરાય છે.જેના માટે સ્વખર્ચે ઘેરઘેર વિતરણનું દબાણ કરાય છે.જોતેમ નહીં કરો તો આવષ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી અને દુકાનનો પરવાનો રદ કરી નાંખવાની બીક બતાવવામાં આવે છે.આથી દુકાનદારો માનસીક દબાણ અનુભવી રહ્યા છે.> નારણભાઇ ચાવડા, પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસીએશન પ્રમુખ

નિયમો મુજબ કામ કરવાની સૂચના
દિવાળી સુધીમાં લાભાર્થીઓને સસ્તા અનાજનો પુરવઠો મળતો થાય માટે સરકારના નિયમો મુજબ સૂચના અપાઈ હતી.જ્થ્થો પહોંચાડવો દુકાનદારની ફરજ છે.જ્યારે ચલણ મોટાભાગના ભરપાઇ થઇ ગયા છે.અને જિલ્લામાં 96.23 ટકા પુરવઠા વિતરણની કામગીરી પૂર્ણ થઇ છે. તેલ, ખાંડનો જથ્થો એક બે દિવસમાં ગાંધીધામથી આવી જશે. > ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી

અન્ય સમાચારો પણ છે...