સુવિધા:વઢવાણમાં લોકફાળાથી બીમાર પશુઓ માટે ચરખીની સુવિધા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાં ગૌત્તમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ અને મોરી મોર્ય સમ્રાટ અશોક ગૌશાળા તેમજ છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર સુરેન્દ્રનગરમાં નાના મોટા બિનવારસી-અશક્ત-બિમાર 15 પશુઓ આશ્રય લઇ રહ્યા છે. પરંતુ બિમાર પશુઓ ઉભા થઇ શકતા ન હોય અને કેડ ભાંગી ગઇ હોય તેવા ગૌવંશ અને અન્ય પશુઓ માટે ચરખીની ઝરૂરી હતી. છેલ્લા 20 દિવસથી વધુ એક વાછરડો ઉભો થઇ શકતો ન હતો તેને ઉભો કરવા માટે તેમજ અન્ય પશુઓ માટે લોકફાળો ઉભો કરી લોકોની ભાગીદારીથી રાજકોટથી રૂ. 28,000ની ચરખી વસાવવામાં આવતા બિમાર પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે.આ ચરખીનું ઉદ્દઘાટન તા. 22-11-2022ને મંગળવારે અમરબૌદ્ધી વિહાર વઢવાણના ભન્તે શૈષ્ટી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

જેમાં ગુજરાત સરકારની કરૂણા એનિમલ હેલ્પલાઇન દ્વારા નિ:શુલ્ક સેવા ડો. કિરપાલસિંહ રાઠોડ અને પાયલોટ નાથાભાઈ ભરવાડ આપે છે. આ કાર્યોમાં સેવા આપતા નટુભાઈ એલ.પરમાર ચરખી લાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિશાલ પરમાર, ગોપાલભાઈ ભરવાડ, અરવિંદ શૈષ્ટી તેમજ સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ આ ચરખીની અન્ય સેવાભાવી સંસ્થા કે ગૌશાળાને કે અન્ય પશુપાલકોને ઇમરજન્સી જરૂર હશે તો પશુઓની સેવામાં આપવામાં આવશે તેવો નિર્ણય સંસ્થાના સંચાલકોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...