તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચમારજના ખેડૂતે બાઇક પર ભરાવેલી 1 લાખની થેલીની 2 મિનિટમાં ઉઠાંતરી

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર બેંકમાંથી પાક ધીરાણના પૈસા ઉપાડ્યા હતા
 • મલ્હારચોકમાં નાસ્તો લેવા ગયા ને ગઠિયો કળા કરી ગયો

વઢવાણ તાલુકાના ચમારજ ગામે રહેતા ખેડૂત સુરેન્દ્રનગર બેંકમાંથી પાક ધીરાણના પૈસા ઉપાડવા આવ્યા હતા. બેંકમાંથી ઉપાડેલી રકમમાંથી રૂપિયા 1 લાખ કાપડની થેલીમાં બાઇક પર ટીંગાડી હતી. ત્યારે શહેરના મલ્હાર ચોકમાં નાસ્તો લેવા જતાં માત્ર 2 મીનીટમાં કોઇ ઉઠાંતરી કરી ગયુ હતુ. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં તહેવારોના દિવસોમાં ગઠીયાઓ સક્રિય થયા છે. હજુ લીંબડી બસ સ્ટેશનમાં મહિલાએ પહેરેલા સોનાના દાગીનાની ચોરીનો બનાવ તાજો જ છે. ત્યારે વઢવાણ તાલુકાના ચમારજ ગામે રહેતા 45 વર્ષીય ચંદુભાઇ નાગરભાઇ કુણપરા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે.

તા. 3 નવેમ્બરના રોજ તેઓ સુરેન્દ્રનગરની યુનીયન બેંક ઓફ ઇન્ડીયામાંથી પાક ધીરાણના રૂપિયા 3 લાખ વીથડ્રો કરવા આવ્યા હતા. જેમાં રૂપિયા 2 લાખની 500ના દરની નોટો મળતા તેઓએ રૂપિયા 2 લાખ ખીસ્સામાં મૂકયા હતા. જયારે બાકીના 1 લાખની નાની નોટો મળતા આ રકમ કાપડની થેલીમાં મૂકી બાઇક પર ટીંગાડી હતી. ચમારજ જતા તેઓ મલ્હાર ચોકમાં આવેલ કોહીનુર બેકરીમાં નાસ્તો લેવા ગયા હતા. જેમાં માત્ર 2 જ મીનીટમાં તેમના બાઇકમાં ટીંગાડેલ થેલીની ઉઠાંતરી કોઇ કરી ગયુ હતુ. થેલી ચોરાયાની જાણ થતા તેઓએ આસપાસમાં તપાસ કરતા થેલીમાં પૈસા સાથે રહેલ તેમના મકાનનો દસ્તાવેજ થોડે દૂર મંદિર પાસે રોડ પર મળી આવ્યો હતો. જયારે રૂપિયા 1 લાખ મળી આવ્યા ન હતા. આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ચંદુભાઇ કુણપરાએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે, અતિવષ્ટિનો માર અને પાક વીમાના પ્રમીયમ ભર્યા છતાં યોગ્ય વળતર ન મળતાં ખેડૂતની આર્થિક સ્થિતિ બગડી છે. બીજી તરફ આ રીતે નાણાંની ઉઠાંતરી થતાં હાલત કફોડી બને છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો