રમોત્સવ:ચુડા તાલુકામાં સી.ડી. કપાસી હાઈસ્કૂલમાં દેશી રમોત્સવ યોજાયો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબડી, ખોખો, સ્લો સાઈકલ, સંગીત ખુરશી, રસ્સા ખેંચ રમત રમાઇ

ચુડાની સી.ડી. કપાસી હાઈસ્કૂલમાં શનિવારના રોજ દેશી રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશી રમોત્સવમાં કબડી, ખોખો, લીંબુ ચમચી, કોથળા દોડ, સ્લો સાયકલ, માટલા ફોડ, બેડા હરિફાઈ, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શાળાના આચાર્યના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સ્પર્ધાનું આયોજન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ બી. ધોરિયા દ્વારા કરાયું હતું. શાળાના પી.ટી. શિક્ષક એન.જી. દેસાઈએ તમામ રમતોમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક સુરેશભાઈ બી. ધોરિયા દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...