ધરપકડ:આંગડિયા સાથે છેતરપિંડી કરનાર રાજકોટની ગેંગ પાસેથી રોકડ જપ્ત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંગડિયા પેઢી સાથે છેતરપિંડી કરનાર આરોપીઓ. - Divya Bhaskar
આંગડિયા પેઢી સાથે છેતરપિંડી કરનાર આરોપીઓ.
  • બે મુખ્ય સૂત્રધારને પકડવા માટે પોલીસના રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા
  • સુરેન્દ્રનગર પોલીસે રૂ.24.39 લાખનો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કર્યો

સુરેન્દ્રનગરની વિશ્વમ આંગડિયા પેઢીમાં અલગ અલગ નામથી દિલ્હી, હળવદ, ધ્રાંગધ્રા સહિતના જુદા જુદા સ્થળોએ રોકડા રૂપિયાની લેતીદેતી કરીને પેઢીના સંચાલકોને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં બે દિવસમાં રૂ.24.62 લાખનું આંગડિયું કરવાનું કહ્યું હતું અને માણસ પૈસા લઇને નીકળી ગયો છે સામેની પાર્ટી પાસે આબરૂ જાય તેમ છે માણસ પૈસા લઇને પહોંચે જ છે. તેમ કહી રૂપિયાની ડિલિવરી અપાવી દીધા બાદ તમામ ફોન સ્વિચઓફ કરી દીધા હતા.

આ ગુનામાં સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી, સર્વેલન્સ ટીમના એસ.વી.દાફડા, મેહુલભાઇ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, બળદેવભાઇ, ભાવેશભાઇ સહિતની ટીમે રાજકોટના બ્રિજેશ ઉર્ફે ચંદ્રેશ પાડલિયા, જેકલેશ ધીરજલાલ સોમૈયા અને તુષાર ભીખાભાઇ રાણપરિયાને પકડી લીધા હતા. રિમાન્ડ પર કોર્ટે સોંપેલા આ ત્રણ ભેજાબાજને લઇને પોલીસે છેતરપિંડી કરી મેળવેલા નાણાં કઇ જગ્યાએ છે તે રિકવર કરવા માટે આરોપીઓને લઇને રાજકોટ,રાજસ્થાન અને દિલ્હી સુધી ગઇ હતી. જેમાં આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.18.85 લાખથી વધુની રકમ જપ્ત કરી હતી. આ સાથે મુદ્દામાલ મળીને કુલ રૂ.24.39 લાખની મતા મળી આવી હતી. આ ગુનાના હજુ બે માસ્ટર માઇન્ડ નરેન્દ્રસિંહ અને હરિશ દેત્રોજા નામના બે આરોપીને પકડવાના બાકી છે.

4 સ્થળે 83.12 લાખનો ચૂનો લગાવ્યો
મોરબીમાં તેલના વેપારી સાથે રૂપિયા 22 લાખની છેતરપિંડી કરી, જસદણ આંગડિયા પેઢી સાથે આશરે રૂ.21.50 લાખ, અમરેલી આંગડિયા પેઢી સાથે રૂ.આશરે રૂ.15 લાખ, સુરેન્દ્રનગરની આંગડિયા પેઢી સાથે રૂપિયા 24.62 લાખ

અન્ય સમાચારો પણ છે...