કરોડોનું ફૂલેકું ફેરવનાર વિરૂદ્ધ અંતે ફરિયાદ:દસાડાના 4 ગામ સહિત 16 ગામના ખેડૂતોના 2.28 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં માંડલ APMC સેક્રેટરી વિરૂદ્ધ ગુનો દાખલ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા કાર્યવાહી કરાઈ
  • બનાવના ત્રણ મહિના બાદ APMC સેક્રેટરી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

દસાડા તાલુકાના બામણવા ગોરીયાવાડ, મોટા ઉભડા વણોદ તથા માંડલ અને વિરમગામ તાલુકા સહિત 16 ગામના 94 ખેડૂતોની મહેનતની ઉપજ એરંડા,જીરૂ, તુવેર સહિત કુલ રૂપિયા 2 કરોડ 28 લાખ 82 હજારનું ફુલેકુ ફેરવી વિશ્વાસઘાત કરવાના આરોપસર મારૂતિ ટ્રેડર્સના માલિક માંડલ એપીએમસીના સેક્રેટરી સહિત માંડલ પોલીસ મથકે 28 એપ્રિલે ખેડૂતે લેખિત ફરિયાદ આપી હતી. જોકે, માંડલ પોલીસે માત્ર એક વિરૂદ્ધ જ ગુનો નોંધી તપાસ આદરી હતી. ત્યારે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી અને અમદાવાદ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત કર્યા બાદ માંડલ પોલીસ દ્વારા માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સેક્રેટરી અમિત ધનશ્યામભાઈ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, હજુ માંડલ પોલીસે અન્ય બે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ ન કર્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મારૂતિ ટ્રેડર્સ નામની દુકાનમાં વર્ષ 2015થી 15 ઓગસ્ટ 2021 સુધીમાં દસાડા તાલુકાના ગોરીયાવડ, વણોદ, બામણવા તથા વિરમગામ અને માંડલ તાલુકાના 16 ગામના 94 ખેડૂતોએ મુકેલા એરંડા 25827 કિંમત રૂપિયા 2,23,41,935 તુવરે 240 મણ કિં. રૂ. 28,8400, જીરૂ 101 મણ કી. રૂ. 25,2601 મળી કુલ રૂપિયા 2 કરોડ 28 લાખ 82 હજાર 936નું ફૂલેકું ફેરવી પોતાની દુકાન બંધ કરી દેતા માંડલ પોલીસ મથકે ભરત લક્ષ્મણભાઈએ માંડસ પોલીસ મથકે નામ જોગ ચાર વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ માંડલ પી.એસ.આઈ.એચ.આર પટેલે માત્ર એક આરોપી હરેશ બળદેવભાઈ વિરૂદ્ધ ગુનો નોંધોય હતો. જેથી ખેડૂતોએ માંડલ પી.એસ.આઈ.ની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને જિલ્લા પોલીસ વડા તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂમાં આ બાબતે રજૂઆત પણ કરી હતી. જેથી ફરિયાદ દાખલ થયાના ત્રણ મહિના બાદ માંડલ પોલીસે અન્ય એક આરોપી અમિત કુમાર ધનશ્યામભાઈ પટેલની અટકાયત કરી ગુનોં નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...