તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહિલાઓ માટે ભારતીય થલસેનામાં કારકિર્દીની તક

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રોજગાર કચેરીએ ઓનલાઇન ફોર્મ ભરવા હેલ્પડેસ્ક કાર્યરત કરાયું

સુરેન્દ્રનગરની મહિલાઓ જે સંરક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. તેમના માટે થલસેનામાં જનરલ ડ્યુટી પર જોડાવવા ઓનલાઇન અરજીઓ મંગાવાની શરૂ કરાઇ છે. જેના માટેનું હેલ્પ ડેસ્ક જિલ્લા રોજગાર કચેરીએ શરૂ કરાયુ છે. સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઇચ્છુક મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જર જનરલ ડ્યુડી પર જોડાવા હેતુસર ઓનલાઇન અરજીઓ માંગાવાઇ છે.

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો ઓછામાં ઓછુ 45% સાથે ધો.10 પાસ અન 21 વર્ષની વયમર્યદા ધરાવતા અને 152 સેમી ઉચાઇ તેમજ ઉચાઇના સપ્રમાણ વજન હોવુ જરૂરી છે. ઓનલાઇન પોર્ટલ http://joinindianarmy.nic.in પર તા.20-7-21 સુધીમાં અરજી કરવાની રહેશે ત્યાર બાદ શારિરીક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે.જેમાં 1600 મીટર દોડ, લાંબી તથા ઉંચી કુદ કસોટી પુર્ણ કરવાની રહેશે. ત્યારબાદ લેખિત કસોટીની માહિતી વેબસાઇટ પર પ્રસિધ્ધ કરાશે.આ ભરતીમાં એનસીસી પ્રમાણ પત્ર ધરાવતી મહિલાઓને બોનસ ગુણ મળવાપાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...