દારૂ ઝડપાયો:દસાડાના હાઇવે પરથી વિદેશી દારૂની 334 બોટલો સાથે કાર ઝડપાઇ, આરોપી ફરાર

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી દસાડા-જૈનાબાદ હાઇવે પરથી નીકળેલી સિલ્વર કલરની બોલેરો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 94 બોટલો અને બિયર ટીન નંગ- 240 સાથે બોલેરો ગાડી ઝડપાઇ હતી. દસાડા પોલીસે વિદેશી દારૂની 334 બોટલો અને ગાડી મળી કુલ રૂ. 3,70,650 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી કાર ચાલક અંધારામાં ખેતરમાં પલાયન થઇ જવામાં સફળ થયો હતો.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી બાતમી મળી હતી કે, દસાડા જૈનાબાદ હાઇવે પરથી એક સિલ્વર કલરની બોલેરો ગાડીને ઉભી રાખવાનો પ્રયત્ન કરવા છતાં કારચાલક ગાડી હંકારી જતા દસાડા પોલીસ સ્ટાફે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી કઠાડાથી થોડે દૂર રસુલાબાદ જવાના રોડ પર ગાડીને આંતરી હતી. જ્યારે આરોપી કાર ચાલક પોલીસને જોઇ ગાડી હાઇવે પર મૂકી અંધારામાં ખેતરમાં પલાયન થઇ જવામાં સફળ થયો હતો.

આ બોલેરો ગાડીની દસાડા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તલાશી લેતા ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ- 334 કિંમત રૂ. 70,650 અને બોલેરો ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,70,650ના મુદામાલ ઝબ્બે કરી નાસી છુટેલા કાર ચાલક આરોપી વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દસાડા પોલીસના આ દરોડામાં દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, ગણેશભાઇ પરમાર, નિલેશભાઇ રથવી, હમીરભાઇ સોલંકી, સુરેશભાઇ, ચેહરભાઇ અને અસલમભાઇ સહિતનો દસાડા પોલિસનો સ્ટાફ સાથે હાજર હતો.આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...