સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે ડ્રાઇવિંગ સમયે બેફિકરાઇ પૂર્વક ડ્રાઇવિંગ કરતા લોકો ક્યારેક થાપ ખાઇ જાય છે અને મોતની સવારી સુધી પહોંચી જાય છે. ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરની પાસે ખમીસાણા કેનાલ પસાર થઈ રહી છે, ત્યારે રોહિત પરબતભાઈ નામના યુવાને નવી કાર ખરીદ કરી હતી. ત્યારે તેના સગા સાથે કારમાં આંટો મારવા માટે આ માર્ગ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર અચાનક નર્મદા કેનાલની ખાઈમાં ખાબકી હતી. ત્યારે રોહિતનુ આ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ત્યારે નવી કાર કેનાલમાં ખાબકતા અને રોહિતનું મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરે પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવી અને ક્રેન મારફતે મોટરને પાણીમાંથી બહાર કાઢી હતી. અને ગાડીની અંદર રહેલા રોહિતના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના અંગેની પોલીસે ફરિયાદ નોંધ અને વધુ આગળની તપાસ હાથ ધરી છે. રોહિત નામના યુવાનની લાશને પીએમ માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.