વિદેશી દારૂની હેરાફેરી:દસાડા-શંખેશ્વર હાઇવે પર વડગામ પાસેથી વિદેશી દારૂની 105 બોટલો સાથે કાર ઝડપાઇ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની 105 બોટલો સાથે કાર ઝડપી પાડી હતી. આ દરોડામાં દસાડા પોલીસે વિદેશી દારૂની બોટલો, મોબાઇલ અને કાર મળી કુલ રૂ. 3,09,380ના મુદામાલ સાથે બે શખ્સોને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી ફોર્ડની ફીગો ગાડીને કોર્ડન કરીને સાઇડમાં ઉભી રખાવીને સઘન તલાશી લીધી હતી.

દસાડા પોલીસ આ ગાડીમાંથી જામનગરના અશ્વિન દેવાનંદ વસરા ( આહીર ) અને કેતન કેસુભાઇ વસરા ( આહીર )ને વિદેશી દારૂની બોટલો નંગ- 105, કિંમત રૂ. 49,380, મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 10,000 અને ફોર્ડ ફીગો ગાડી કિંમત રૂ. 2,50,000 મળી કુલ રૂ. 3,09,380ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, વિજયસિંહ, મનીષભાઇ અઘારા, સુરેશભાઇ, નિલેશભાઇ રથવી અને પ્રવિણભાઇ સહિતનો દસાડા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...