અકસ્માત:મૂળી રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: 3 ઇજાગ્રસ્ત, મૂળી પંચાયતના ઉપસરપંચ ઇજાગ્રસ્ત

મૂળી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી હાઇવે પર અવાર નવાર અકસ્માતનાં બનાવો બને છે. ત્યારે સાયલા સર્કલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે એકને ગંભિર ઇજા પહોંચતા તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. મૂળી ગ્રામપંચાયતનાં ઉપસરપંચ ટેમુભા જુવાનસિંહ પરમાર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે પેટ્રોલપંપ પાસે કારચાલકે કાબૂ ગુમાવતા બાઈક લઇને જતા ટેમુભાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જ્યારે કારમાં સવાર 2 વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક મૂળી 108નાં જુલાબેન ખોરાણી તેમજ ગિરિરાજસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનાં કારણે ટ્રાફિક થતા હર્ષરાજસિંહ ઝાલા, રાયસંગભાઇ સહિતનાંએ ઘટના સ્થળે જઇ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...