અકસ્માત:કોઠારીયા રોડ પર કાર અને ટ્રકે પલટી ખાધી: 1ને ઇજા, વઢવાણ-લખતર રોડ પર 1 માસમાં 5 અકસ્માત

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ-કોઠારીયા રોડ પર પસાર થતા બે વાહનો પલટી ખાઇ ગયાના બનાવો બન્યા હતા. જેમાં કાર પલટી મારી ગટરમાં ફંગોળાતા સીધી થઇ ગઇ હતી. આ બનાવમાં એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યારે કોઠારીયા ગામથી 3 કિમી દૂર પુર ઝડપે લોખંડ ભરીને આવતા ટ્રકે પણ પલટી મારી હતી.

વઢવાણ શહેરથી કોઠારીયા રોડ પર દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે. વઢવાણથી એક કિમી દૂર કોઠીરાયા રોડ પર તા. 13-12-2020ને રવિવારે સાંજે 4 કલાકે કાર પસાર થઇ રહી હતી. ત્યારે કોઇ કારણોસર કારના ચાલકે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં ફંગોળાઇને સીધી થઇ ગઇ હતી. કારમાં રહેલા બે લોકોમાંથી એકને ઇજા થતા સુરેન્દ્રનગર સારવા માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે બીજા અન્ય એક બનાવમાં સુરેન્દ્રનગરથી લખતર તરફ જતા ..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...