તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ચૂંટણીની ટિકિટ નહીં આપવા માટેનાં જાહેર કરેલાં માપદંડોથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં ટિકિટ મેળવવા માટે આંતરિક જંગ શરૂ થઈ ગયો છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દાવેદારોનાં ચૂંટણી લડવાનાં અને જીતવાનાં સપનાં તો ધૂળધાણી થઈ જ ગયાં છે પરંતુ 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલાને ટિકિટ નહીં આપવાના નિયમની સ્પષ્ટતા ન હોવાથી આવા દાવેદારો આ નિયમનું પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે.
જોકે પ્રદેશ ભાજપનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માત્ર ભાજપમાં જ 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય તેવા દાવેદારો કપાય અને અન્ય પક્ષમાં ચૂંટણી લડીને આવ્યા હોય તેવા દાવેદારોને ટિકિટ મળે તો પક્ષમાં આંતરિક વિખવાદ અને વિરોધ ચરમસીમાએ પહોંચે તે માટે માત્ર ભાજપમાં જ નહીં અપક્ષ કે અન્ય કોઈ પણ પક્ષમાંથી પણ 3 ટર્મ સુધી ચૂંટણી લડી હોય, એવા તમામને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો છે.
પાટીલના નિયમો સામે નાગરિક મોરચો ખોલનારા નારાજ જૂથમાં 3 ટર્મવાળા નિયમ અંગે અસમંજસની સ્થિતિ છે. કારણ કે સુરેન્દ્રનગર-વઢવાણ પાલિકામાં ઘણા ઉમેદવારો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે અને તેમાંથી કેટલાક કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને કેટલાક અપક્ષ લડ્યા છે. આથી માત્ર ભાજપમાં જ 3 ટર્મ ચૂંટણી લડનારાના ટિકિટ નહીં મળે કે અપક્ષ અને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલાને પણ ટિકિટ નહીં મળે, એ ગડમથલ ચાલી રહી છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજને પૂછતાં તેમણે અધ્યાહારમાં જણાવ્યું હતું કે, 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય તે તમામ લોકોને ટિકિટ નહીં મળે, તેવું મારું માનવું છે છતાં ઉપરથી કોઈ સ્પસ્ટ સૂચના આવી નથી. બીજી તરફ ભાજપના સભ્યોની ગડમથલનો રેલો કૉંગ્રેસ સુધી પણ પહોંચ્યો છે.
બુધવારે દિવસભર કૉંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ પોતાની વ્યૂહરચના ઘડવાને બદલે ભાજપના નારાજ જૂથની હિલચાલ અને તેમના ગણગણાટ પર કાન માંડીને બેઠા હતા. ભાજપના નારાજ સભ્યોનો સંપર્ક પણ કરાયો હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં વેગ પકડ્યો છે. જો ભાજપના નારાજ સભ્યો કૉંગ્રેસમાં જોડાય તો પક્ષને ભાજપને હરાવવા માટે તૈયાર મુરતિયો મળે, તેવી કૉંગ્રેસની રાજકીય ગોઠવણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ઝાલાવાડમાં NCPએ 16 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
એનઅસીપીના પ્રદેશ પ્રવકતા રેશ્મા પટેલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જયારે પાલિકાના બાકી છે. વધુમાં જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં એનસીપીએ અલગ ચૂંટણી લડયા બાદ અન્ય પક્ષો સાથે સત્તામાં ભાગીદારી કરી છે. સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદાર થઇને ભાજપને બહારનો રસ્તો બતાવશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.