ચૂંટણીનાં ફોર્મ ભરવાનો ધમધમાટ:ઉમેદવાર 12 વોર્ડ સુધી 10,000 અને 23થી વધુ વોર્ડ હોય તો 30,000 ખર્ચ કરી શકશે

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીની તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.આથી આદર્શ આચાર સંહિતા અમલમાં છે. ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતોની બેઠકો જીતી સરપંચ બનવા માટે એ પોતાના સમર્થકને સરપંચ બનાવવા મુખ્ય પક્ષોએ કમર કસી છે. આથી હાલ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.22 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી રાજ્યભરની ગ્રામ પંચાયતોની મુદતો પૂરી થતી હોય ત્યાં સરપંચની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પણ 540 પૈકી 499 ગામડાની સરપંચની મુદત પૂરી થતી હોવાથી ચૂંટણીનું આયોજન કરાયું છે. જે મુજબ આગામી 4 ડિસેમ્બર સુધી તમામ ગ્રામ પંચાયતોની બેઠકો પર સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્યારબાદ તા.6 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ચકાસણી અને તા.7 ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ નક્કી કરાઇ છે. જ્યારે તા.19 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. આથી આ ચૂંટણીમાં જિલ્લા ભરના મતદારો પોતાના ગામોનો રાજા નક્કી કરવા મતદાન કરનાર છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ મહિલાઓને મહત્વ આપી અનામત બેઠકો છે. આથી આ ચૂંટણીમાં મહિલાઓના મતો પણ હાર-જીતનો ફેંસલો કરવામાં મહત્વનું યોદાન આપનાર છે. જ્યારે આ ચૂંટણીઓ ઇવીએમ નહીં પરંતુ બેલેટ પેપરથી યોજાનાર છે.આમતો ગ્રામ પંચાયતની ચૂંટણી કોઇ પક્ષનથી લડતોપરંતુ પોતાના સમર્થક સરપંચ બને માટે પક્ષોએ પોતાનું એડીચોટીનું જોર લગાવવામાં આરંભી દીધું છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસની જંગમાં ભાજપ ભારે રહ્યું હતું.

પરંતુ આપે પણ પોતાની હાજરી નોંધાવી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગામડાઓ સર કરવાનો અવસર જેવી છે. આથી તમામ પક્ષો પોતાની સ્થિતિ મજબૂત કરવા પોતાનું જોર અજમાઇશ કરી વિધાન સભા પહેલા બળાબળના પારખા કરશે.

ઉમેદવારની કેટેગરી પ્રમાણે ડિપોઝિટની રકમ

કયા પ્રકારના ઉમેદવાર

ડિપોઝિટની રકમ

સરપંચ

વોર્ડ સભ્ય
{ સામાન્ય(જનરલ)1000500
{ અનુસૂચિત જાતિ500250
{ અનુસૂચિત આદિજાતિ500250
{ સામાજીક શૈક્ષણિક રીતે પછાત500250

કેટલા વોર્ડ સુધી ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે

12 વોર્ડ સુધી ખર્ચ10,000
13 થી 22 વોર્ડ ખર્ચ20,000
23થી વધુ વોર્ડ ખર્ચ30,000

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...