આક્રોશ:રહેણાકની વૈકલ્પિક માગણી સાથે વિચરતિ જાતિના કલેક્ટર કચેરીના મેદાનમાં ધામા

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિચરતિ સમુદાય સમર્થન મંચે કલેક્ટર કચેરી પ્રાંગણમાં રહેવાનું નક્કી કર્યું છે. - Divya Bhaskar
વિચરતિ સમુદાય સમર્થન મંચે કલેક્ટર કચેરી પ્રાંગણમાં રહેવાનું નક્કી કર્યું છે.
  • વઢવાણના બાકરથળી ગામે પ્લોટ ફાળવ્યા, 8 મહિના પછી પણ કબજો આપ્યો નથી

સુરેન્દ્રનગરમાં ઝૂંપડા બાંધી રહેતા પરિવારોના ઝૂંપડા તોડ્યા તેથી તેઓ પાટડી ગયા હતા.પરંતુ ત્યાં પણ છાપરા તોડી પડાયાની રજૂઆત કરી હતી. જ્યારે તંત્રએ બાકરથળી ગામે જગ્યા ફાળવીં છતા પ્લોટની સદન ન આપતા આ પરિવારો મુશ્કેલીમાં મુકાયાનું જણાવ્યું હતું. છતાં કોઇ કાર્યવાહી ન થતા વિચરતા પરિવારોએ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

સુરેન્દ્રનગર ડીકેબિન પાસે વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા જેના આધાર પુરાવા હોવા છતા દૂર કરાયા હતા.હાલ પાટડીના બાપાસીતારામ પાણીની ટાંકી પાસે ખુલ્લામાં કામચલાઉ છાપરા બાંધી રહેતા હતા પરંતુ તે પણ વૈકલ્પિક જગ્યા આપ્યા વગર પાડી દેવાયા હતા. આથી વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસને સાથે રાખી કલેક્ટરને રજૂઆત છતંા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.

આથી રોષે ભરાયેલા લોકોએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ જ્યાં સુધી પ્લોટ ન ફાળવે કે વૈકલ્પિક જગ્યા ન આપે ત્યાં સુધી રહેવાનું નક્કી કર્યું છે. આ અંગે હર્ષભાઇએ જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ પ્રમાણે વર્ષોથી રહેતા લોકોને તાત્કાલીક દૂર કરી શકાય નહીં.

હાલ 12 પરિવારોના 45થી વધુ લોકો બાળકો સાથે ભર ઉનાળે છત વગરના ફરી રહ્યા છે. અગાઉ જિલ્લા વહીવટી તંત્રે વઢવાણના બાકરથળી ગામે 100 ચોવારના પ્લોટ ફાળવ્યા પરંતુ 8 મહિના થવા છતાં પરિવારોને પ્લોટનો કબજો કે સનદ આપી નથી.

અન્ય સમાચારો પણ છે...