સુરેન્દ્રનગરમાં ફુટબોલ એસોસીએશને પ્રથમ વાર ગોલ્ડન બેબી લીગનું આયોજન કર્યુ હતુ.જેમાં 8 ટીમોમાં 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેની ફાઇનલમાં કેમ્બ્રીજ સ્કુલ અને દયામય સ્કુલ પહોંચતા 1-0થી કેબ્રીજ ચેમ્પીયન બની હતી.
સુરેન્દ્રનગર જીલ્લા માં પ્રથમવાર ગોલ્ડન બેબી લીગ under-12 ટુર્નામેન્ટનું આયોજન સુરેન્દ્રનગર ફૂટબોલ એસોસએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુરનામેન્ટમાં 8 ટીમ ના 100 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. આ ટુરનામેન્ટ છેલ્લા દોઢ મહિનાથી દર સનીવાર અને રવિવારે એમ.પી.શાહ કોમર્સ કોલજે લીગ ફોર્મેટ માં રમાડવામાં આવી હતી.
જેમાં આજે ફાઇનલ મેચ કેમ્બ્રિજ સ્કૂલ અને દયમાયી માતા સ્કૂલ વચે રમાડવામાં આવી હતી. જેમાં કેમ્બ્રિજ સ્કૂલ 1-0 વિજય બની હતી. આ ટુર્નામેન્ટ બાળકોના નાની ઉંમરથી રમતમાં ઉત્સાહ વધારવા માટે બઉ ઉપયોગી થશે.
ફાઇનલ નિહાળવા પાલિકાના કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા , ગુજરાત ફૂટબોલના જોઇન્ટ સેક્રેટરી અને સુરેન્દ્રનગર ફૂટબોલના સેક્રેટરી મહિપાલસિંહ રાણા, યશપાલસિંહ રાણા, હરદીપસિંહ રાણા, ભાગ્ય જાદવ, મનદીપસિંહ રાણા, હરી ભરવાડ ઉપસ્થિત રહિયાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.