આજ રોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના લિંક-4બી પેકેજ-7 ધોળીધજા જળાશયથી મોરસલ જળાશય પાઇપલાઇન અંતર્ગત એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતુ.
વધુમાં મંત્રીએ સૌની યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ પંચાલ પાસેથી સૌની યોજના લિંક-4બી પેકેજ-7 અંતર્ગત પાથરવામાં આવેલી પાઇપલાઇન વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. એફ.પી.એસ-1 શેખપર પંપીંગ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી બંને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકિદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના લિંક-4બી પેકેજ-7 ધોળીધજા જળાશયથી મોરસલ જળાશય પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા તથા ચોટીલા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં 47 કિ.મી પાઇપલાઇન તથા બે પંપીંગ સ્ટેશન (એફ.પી.એસ-1 શેખપર ગામ, તા.મુળી તથા એફ.પી.એસ-2 ગોસળ ગામ, તા.સાયલા ) બનાવવાની કામગીરી ચાલુ છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી લિંબડી ભોગાવો-1 (થોરિયાળી ડેમ) તથા મોરસલ ડેમને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતમાં જિલ્લા કલેકટર પી.એન.મકવાણા, કાર્યપાલક ઇજનેર હિરેન વાકાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.