તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીગ એન્ડ પ્રેસીગ સહકારી મંડળીમાં ખોટા રેકર્ડ ઉભા કરી રૂ. 2.66 કરોડની ગેરરીતિ સામે આવી

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • મંડળીના મૃત સભાસદોની સહીઓ કરી કૌભાંડ આચરવામાં આવ્યુ

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીગ એન્ડ પ્રેસીગ સહકારી મંડળીમાં ખોટા રેકર્ડ ઉભા કરી રૂ. 2.66 કરોડની ગેરરીતિ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મંડળીના મૃત સભાસદોની સહીઓ કરી કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીગ એન્ડ પ્રેસીગ સહકારી મંડળીમાં ખોટા રેકર્ડ ઉભા કરી રૂ. 2.66 કરોડની ગેરરીતિ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે ખેડુત મંડળીના સભાસદો દ્વારા બી.ડીવીઝન પોલીસમાં કસુરવારો સામે ફરિયાદ દાખલ કરવા સભાસદ વજુભાઇ ગોહીલે અરજી આપતા ચકચાર મચી જવા પામી છે.

આ લેખીત અરજીમાં ઝાલાવાડ જીનીગ એન્ડ પ્રેસીગ મંડળી લી. સભાસદોના સાર્વજનિક નાણામાંથી રૂપીયા 2.66 કરોડની સહકારી મંડળીના ફડચા અધિકારી, મંડળીના પ્રમુખ, કારોબારી સભ્ય સહિતનાઓએ ગેરકાયદેસર રેકર્ડ ઊભા રકમની કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

આ ચકચારી કૌભાંડમાં ખોટા રેકર્ડમાં મૃત વ્યક્તિઓની સહિઓ, હાજર ન હોઇ તેવા સભાસદોની સહીઓ, વિદેશમાં રહેતા સભાસદોની સહિઓ કરી કૌંભાડ આચરવ‍ામાં આવ્યું હતુ. જેમાં સભાસદોએ પોલીસમાં મૃત વ્યક્તિના મરણ સર્ટી, હાજર ન હોઇ તે સભાસદોના એફિડેવિટ સહિત પુરાવાઓ સાથે અરજી આપી હતી. આ કૌભાંડ અંગે સભાસદોએ પહેલા જિલ્લા રજીસ્ટ્રારને પણ રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...