મુસાફરોને હાલાકી:સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેપોની 3 રૂટની બસો અચાનક બંધ કરી દેવાતા કડકડતી ઠંડીમાં મુસાફરો રઝળ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેપોની 3 રૂટની બસો અચાનક બંધ કરી દેવાતા કડકડતી ઠંડીમાં મુસાફરો રઝળ્યા - Divya Bhaskar
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેપોની 3 રૂટની બસો અચાનક બંધ કરી દેવાતા કડકડતી ઠંડીમાં મુસાફરો રઝળ્યા
  • રાત્રે 7.30 કલાકે આવતી બસની રાહે મુસાફરો રાત્રીના 9 વાગ્યા સુધી બસ સ્ટેન્ડમાં રઝળ્યા
  • મુસાફરોએ સુરેન્દ્રનગર ડેપોમાં હોબાળો મચાવ્યો, તાત્કાલિક બસ ચાલુ કરવાની માંગણી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે મંગળવારે મોડી સાંજથી વધુ ત્રણ રૂટની બસો બંધ કરી નાખવામાં આવતાં કડકડતી ઠંડીમાં મુસાફરો મોડે સુધી રઝળતા જોવા મળ્યા હતા. જો કે પેસેન્જરોએ પણ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને તાત્કાલિક આ બસો પૂર્ણ રીતે શરૂ કરવા માટેની માંગણી કરી હતી. તેવા સંજોગોમાં સવારે 9 વાગ્યે ધ્રાંગધ્રા તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે. ત્યારબાદ જામનગર તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે અને સાંજે છેલ્લો ફેરો કરતી ધ્રાંગધ્રાની પણ એસટી બસ બંધ કરી દેવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી વિભાગની બેદરકારી સામે આવી રહી છે. તેવા સંજોગોમાં અવાર-નવાર ગમે તે રૂટની બસો એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી રહી છે અને જેને લઇને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેવા સંજોગોમાં ખાસ કરી એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા 80થી વધુ રૂટની બસો બંધ કરી અને ફરી પરત રીતે ચાલુ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગતો મળી હતી.

આ તમામ બસો ધ્રાંગધ્રા ડેપોની છે. ત્યારે અચાનક ગઇકાલથી આ બસો બંધ કરવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા છે. પેસેન્જરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર ડેપો મેનેજર ઉપરાંત ધ્રાંગધ્રા ડેપો મેનેજરને રજૂઆત પેસેન્જરો દ્વારા કરવામાં આવી છે અને લેખિતમાં પણ અરજી કરવામાં આવી છે.

મોડી રાત્રે જતી ધાંગધ્રા તરફ જતી અંતિમ એસટી બસ પણ બંધ કરી નાખવામાં આવતાં સમગ્ર પેસેન્જરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે તાત્કાલિકપણે પેસેન્જરો દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજર ઉપરાંત ધ્રાંગધ્રા ડેપો મેનેજરનો સંપર્ક સાધવામાં આવ્યો છે. તેમજ આ બસ શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કારણ કે આ બસમાં મોટાભાગે પેસેન્જરો વિદ્યાર્થી અને નોકરિયાત હોય છે. તે 7 વાગે છૂટ્યા બાદ આ બસનો સહારો લઈને ધાંગધ્રા તરફ જતા હોય છે. ત્યારે આ જ બસ બંધ કરી નાખવામાં આવતા સમગ્ર પેસેન્જરોમાં રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...