તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચોટીલાથી ધ્રાંગધ્રા આવતી બસને અકસ્માત નડ્યો, 35 મુસાફરોનો આબાદ બચાવ થયો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાથી ધ્રાંગધ્રા આવતી બસને અકસ્માત નડ્યો, 35 મુસાફરોનો આબાદ બચાવ થયો - Divya Bhaskar
ચોટીલાથી ધ્રાંગધ્રા આવતી બસને અકસ્માત નડ્યો, 35 મુસાફરોનો આબાદ બચાવ થયો
 • બસ રોડની સાઈડમાં ઊતરી પલટી ખાઈ ગઇ હતી

ચોટીલાથી ધ્રાંગધ્રા તરફ આવતી એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. સ્ટેયરીંગ લોક થઇ જતાં બસ રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈ ગઇ હતી. બસમાં 35 જેટલા મુસાફરો બેઠાં હતા, જેમનો આબાદ બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ચોટીલાથી ધ્રાંગધ્રા તરફ આવતી હતી. આ દરમિયાન કોંઢ-રતનપર વચ્ચે એસટી બસનું સ્ટેયરીંગ લોક થઈ જતા બસ રોડની સાઇડમાં ઉતરી જતાં બસ પલટી ખાઈ ગઈ હતી. ત્યારે બસમાં બેઠેલા 35 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસ.ટી.ને અકસ્માતના સમાચાર મળતાં ધ્રાંગધ્રા એસટીના અધિકારી શિવરાજસિંહ ઝાલા, અજયસિંહ ઝાલા, વનરાજસિંહ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મુસાફરોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો