તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડી નગરપાલિકાની 24 સીટો માટે ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. અને ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો ઉમેદવારોની પસંદગીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં કોંગ્રસ પક્ષ તમામ 24 ઉમેદવારો નવા હશે એક પણ રીપીટ નહીં હોવાનો દાવો કરી રહ્યાં છે. ભાજપે ગઇ વખતે 24માંથી 22 સીટો કબ્જે કરી હતી આ વખતે તમામ 24 સીટો પર ભગવો લહેરાવાનો દાવો કર્યો છે.
પાટડી નગરપાલિકાની કુલ 24 સીટો માટે 50% મહિલા અનામત વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં ગત નગરપાલિકાની ચુંટણીમાં કુલ 24 સીટોમાંથી 22 સીટો ભાજપના ફાળે અને વોર્ડ નંબર 1ની જ કોંગ્રેસની બે મહિલા ઉમેદવારો વિજેતા બની હતી.
વોર્ડ નં 1ની કોંગ્રેસની વિજેતા મહિલા ઉમેદવાર ગીતાબેન ભરતકુમાર વરસાણી કોંગ્રસ છોડીને ભાજપમાં જોડાયા બાદ એમને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ગઇ વખત કરતા સારો દેખાવ કરી તમામ 24 સીટો કબ્જે કરી ક્લીન સ્વીપ કરવાનું દબાણ છે. જ્યારે કોંગ્રેસ માટે આ નગરપાલિકાની ચૂંટણીમાં વકરો એટલો નફો જેવો ઘાટ છે. જ્યારે આમ આદમી પાર્ટી સહિતના અપક્ષો ભાજપ અને કોંગ્રેસ કોનુ ગણીત બગાડશે એના પર સૌની નજર છે.
પાટડી સફાઇમાં અવ્વલ પણ ગટરો ઉભરાવવાની સમસ્યા માથાના દુ:ખાવા સમાનપાટડી નગરપાલિકાના ભાજપના પાંચ વર્ષના શાસન દરમિયાન સફાઇમાં નંબર વન બનતા રોગચાળો બેકાબુ બન્યો છે. બીજી બાજુ પાટડીમાં નગરપાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલના વોર્ડ નં 2ના રબારી વાસમાં અને વોર્ડ નં 3ના જમાદારવાસમાં ગટરો ઉભરાવવાની સમસ્યાથી આ વિસ્તારના લોકો ત્રસ્ત બન્યાં છે. એક બાજુ પાટડીમાં સાયન્સ સ્કુલ, મોડલ સ્કુલ અને આર્ટસ અને સાયન્સ સ્કુલથી પાટડી શિક્ષણનું હબ બનવા પામ્યું છે.
બીજી બાજુ પાટડી ટ્રાફિક, દબાણ અને અડધુ પાટડી નગર K 1માં હોવાથી લોકો પોતાના મકાનમાં રહી તો શકે છે પણ સિટી સર્વેમાં ના હોવાથી પોતાનું મકાન કે પ્રોપર્ટી વેચી શકતા નથી બીજી બાજુ પાટડી નગરપાલિકાના તાબામાં આવતા નારણપુરા અને હિંમતપુરા ગામના તળીયા પણ ગ્રામજનોના નામે ન હોવાથી આ બંને ગામના એક પણ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કે અન્ય કોઇ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી જ્યારે પાટડી પથંકમાં ઝાલાકૂળનું પાટડી અને ધામાનું ઐતોહાસિક શક્તિમાતાનું મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક વર્ણીન્દ્રધામ મંદિર, પીપળીધામ મંદિર અને રણમાં આવેલુ વાછડાદાદાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે.
ભાજપ ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચશે : ચેતન શેઠપાટડી શહેર ભાજપ પ્રમુખ ચેતન શેઠે જણાવ્યું છેકે, પાટડીમાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડની 24 સીટોમાંથી 22 સીટો ભાજપના ફાળે ગઇ હતી. આ વખતની પાટડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પાંચ વર્ષમાં કરેલા વિકાસના નામેં લોકો સમક્ષ જઇ નગરપાલિકાની તમામ 24 સીટો કબ્જે કરી ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચશે.
કોંગ્રેસમાં એક પણ રીપીટ નહીં : વિક્રમભાઇ રબારીસુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારીએ જણાવ્યું છેકે, આ વખતે કોંગ્રેસ પાટડી નગરપાલિકાની તમામ 24 સીટો પર નવા અને સ્વચ્છ છબીના ઉમેદવારો મૂકી એક પણ જૂના ઉમેદવારોને રીપીટ નહીં કરે અને આગામી એકાદ બે દિવસમાં પાટડી નગરપાલિકાની ચૂંટણીમાં 15 મુદા સાથેનો મેનીફેસ્ટો રીલીઝ કરી લોકો સમક્ષ મત માંગવા જશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.