પરિણામ:સુુરેન્દ્રનગરના બંને રેલવે કર્મીઓ ચૂંટણીમાં વિજેતા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો

રાજકોટ રેલવે ડીવીઝનમાં આવતા રેલવે કર્મચારીઓના ધીરાણ, બચત માટે જેકશન કો.ઓપ. સોસાયટી કાર્યરત છે. આ સોસાયટીના 2 ડિરેકટરોની ખાલી જગ્યા માટે ચૂંટણી જાહેર થતા ગુરૂવારે મતદાન યોજાયુ હતુ. જેમાં 78.59 ટકા મતદાન થયુ હતુ. રાજકોટ ડીવીઝનમાં આવતા સુરેન્દ્રનગરના મૂળી રોડથી વણી રોડ સુધીના સીગ્નલ, ઓપરેટીંગ, લોકો પાયલોટ, ઇલેકટ્રીક, સફાઇ, ટેલીફોન, ઓફિસ સ્ટાફ, આરપીએફ સહિતના 813 મતદારોમાંથી 639 મતદારોએ મતદાન કર્યુ હતુ. મતગણતરી શુક્રવારે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થીત કચેરીએ યોજાઇ હતી.

જે મોડી રાત સુધી ચાલી હતી. મત ગણતરીમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના બન્ને કર્મીઓનો જવલંત વિજય થયો છે. સુરેન્દ્રનગરના ટીટી ઘનશ્યામસિંહ જાડેજાને આઠેય ઉમેદવારોમાં સૌથી વધુ 1693 મત મળ્યા છે. જયારે બીજા નંબરે સુરેન્દ્રનગર સ્ટેશનના જ લોકો પાયલોટ બલરામ મીણાને 1171 મત મળ્યા છે. જેકશન કો.ઓપ. સોસાયટીની ચૂંટણીમાં સુરેન્દ્રનગરના બન્ને ઉમેદવારોનો વિજય થતા શનીવારે સાંજે અભિવાદન સમારોહ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...