તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં કચરો ઠલવાતો હોવાની બૂમરાડ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાલિકાના સેનીટેશન વિભાગના ટ્રેક્ટરો દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરી નદીમાં ઠાલવવામાં આવતો. - Divya Bhaskar
પાલિકાના સેનીટેશન વિભાગના ટ્રેક્ટરો દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરી નદીમાં ઠાલવવામાં આવતો.
 • શહેર કોંગ્રેસ પ્રમુખે વીડિયો ફરતો કરતા ચકચાર
 • પાલિકાના સેનીટેશન વિભાગ સામે તપાસની માંગ

સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં કચરાના ઢગલાઓના કારણે નદી પ્રદૂષીત થતી હોવાની બુમરાડો ઉઠી રહી છે. ત્યારે પાલિકાના સેનીટેશન વિભાગના ટ્રેક્ટરો દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરી નદીમાં ઠાલવવામાં આવતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે વિડીયો સોશિયલ મિડીયામાં ફરતો કરતા ચકચાર મચી ગઇ છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને જોડીયા શહેરોની મધ્યમાંથી ભોગાવો નદી પસાર થાય છે. હાલ નદીમાં પાણી તો નથી પણ આ નદી કચરા અને ગંદકીની નદી બની ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ત્યારે તાજેતરમાં જ પાલિકાના જ ટ્રેક્ટરો દ્વારા શહેરમાંથી એકઠો કરેલો કચરો ભોગાવો નદીમાં ખાલી કરવામાં આવતો હોવાનો વિડીયો શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા સહીતની ટીમે સોશિયલ મિડીયામાં ફરતો કરતા આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, રોહીત પટેલ સહીતનાઓએ જણાવ્યું કે પાલિકાના જે વાહનો દ્વારા શહેરમાંથી કચરો એકઠો કરવામાં આવે છે તે વાહનોમાંથી જ ભોગાવામાં કચરો ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે ભોગાવો નદી તો પ્રદૂષીત થાય છે સાથે સાથે આસપાસના વિસ્તારના રહીશોને આરોગ્યને પણ જોખમ ઉભુ થાય છે. આ અંગે પાલિકા દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે ઉગ્ર લડત સાથે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો