હળવદમાં તસ્કરો બેફામ:વંડામાં પાર્ક થયેલી બોલેરો ધોળા દિવસે ગઠિયો ઉપાડી ગયો, ચોરીની ઘટના cctvમાં કેદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
વંડામાં પાર્ક થયેલી બોલેરો ધોળા દિવસે ગઠિયો ઉપાડી ગયો, ચોરીની ઘટના cctvમાં કેદ
  • શિવ એગ્રોના માલિક રાજુભાઇના વંડા બોલેરો પાર્ક કરેલી હતી

હળવદ પંથકને જાણે તસ્કરો અને ગઠીયાઓએ બાનમાં લીધું હોય એમ બેફામ ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં વધુ એક બનાવમાં હળવદમાં વંડામાં પાર્ક કરેલી બોલેરો પિકઅપ વાહનની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ વંડામાં પાર્ક કરેલી બોલેરો કાર હંકારી ગયો હતો અને બોલેરો પિક અપ વાહનની ઉપાડી જનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

હળવદ પંથકમાં હમણાંથી ચોરી, લૂંટ, ચિલ્ઝડપ સહિતના બનાવો ઝડપભેર વધી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો કશો જ ડર ન હોય એમ બેફામ બનીને ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં હળવદમાં રહેતા શિવ એગ્રોના માલિક રાજુભાઇના વંડા બોલેરો પિક અપ વાહન પાર્ક થયેલી હતી. તે સમયે એક ગઠિયો આ વંડામાં ઘૂસે છે અને બોલેરો પિક અપ વાહન જ્યાં પાર્ક થયેલું હોય ત્યાં જઈને તેમાં બેસીને આ વાહન હંકારી જતો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. આ બનાવ ગઈકાલનો છે. ધોળે દિવસે ગઠિયો કળા કરી ગયો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે.

હળવદ પંથકમાં ચોરીની હેટ્રિક અંગેની વિગતો જોઈએ તો પ્રથમ બનાવમાં ગતરાત્રીના વસંત પાર્ક જવાના રસ્તેથી મિહિરભાઈ દિલીપભાઈ રાવલની માલિકીની એચ.ડી.એલ્યુમનીયમ નામની દુકાનના શટર ઉંચકાવી એલ્યુમિનિયમની હેવી બારી તેમજ ભંગાર ભરેલા કોથળા સહિત કુલ રૂપિયા સવા લાખની માલમતાની ચોરી કરી જતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.

આ ઉપરાંત ત્રીજી ઘટનામાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ મગનભાઈ સુરેલાના ઘરમાં ઘુસી તસ્કરોએ તિજોરી તોડી સોનાના દાગીના ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...