ગમખ્વાર અકસ્માત:હળવદના સુસવાવ નજીક બોલેરો ગાડીએ બાઈકને અડફેટે લેતાં દંપતિ સહિત ત્રણ ઈજાગ્રસ્ત, બોલેરો ચાલક ફરાર

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના સુસવાવ નજીક બોલેરો ગાડીએ બાઈકને અડફેટે લેતાં દંપતિ સહિત ત્રણ ઈજાગ્રસ્ત - Divya Bhaskar
હળવદના સુસવાવ નજીક બોલેરો ગાડીએ બાઈકને અડફેટે લેતાં દંપતિ સહિત ત્રણ ઈજાગ્રસ્ત
  • વેગડવાવનું દંપતિ લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યું હતું, ત્યારે અકસ્માત સર્જાયો
  • હળવદ પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર લગ્ર પ્રસંગમાં હાજરી આપી વેગડવાવ પરત બાઈક લઈને જતા દંપતિ અને તેમના ભત્રીજાને બોલેરો ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ઈજાગ્રસ્તોને 108ની મદદથી પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. જો કે અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેમનાં પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા અને ભત્રીજો હાર્દિક સુસવાવ ગામે લગ્ન પ્રસંગે હાજરી આપી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા. એ વેળાએ માળીયા હાઈવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણેયને ઈજા પહોચતાં 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જો કે વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...