કાર્યવાહી:મોરબીના ટંકારા નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઇ, રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ ઝબ્બે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના ટંકારા નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઇ - Divya Bhaskar
મોરબીના ટંકારા નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઇ

રાજ્યભરમાં દારૂનો વેપલો વધી રહ્યો છે ત્યારે મોરબીના ટંકારામાંથી વધુ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. ટંકારા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ટંકારા નજીકથી 480 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી. પોલીસે રેડ કરીને દારૂ, કાર સહિત કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં વિદેશી દારૂની બદીને દૂર કરવાની સૂચનાને પગલે ટંકારા પોલીસ સ્ટાફ આ દિશામાં પ્રયત્નશીલ હતો. ત્યારે ટંકારા પોલીસ સ્ટાફે નક્કર હકીકતના આધારે દારૂ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી. જેમાં (GJ.07 Y.Z.2536)નંબરની બોલેરો કારની તલાશી લેતા વ્હીસ્કીની બોટલ નંગ-420 કિંમત રૂ. 1 લાખ 26 હજાર તેમજ અન્ય વિદેશી દારૂની બોટલ નંગ-60 કિંમત રૂ.24 હજાર મળી આવતા પોલીસે દારૂ તેમજ બોલેરો ગાડી મળીને કુલ રૂ. 3 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બોલેરો કાર ચાલક તેમજ વિદેશી દારૂની હેરાફેરીની તપાસમાં જે નામ ખુલે તેની સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...