બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો:પાટડીના બજાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, જિલ્લામાં 3 વર્ષમાં 31 ડૉક્ટર ઝડપાયા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 3 વર્ષમાં જિલ્લામાંથી 31 ડોક્ટર ગેરકાયદે પ્રક્ટિસ કરતા ઝડપી પડાયા છે. જેમાં આવા ડોક્ટરો પાસેથી અત્યાર સુધીમાં રૂ.9,23,880નો મુદામાલ જપ્ત કરાયો છે. ત્યારે એસઓજી ટીમે વધુએક ડિગ્રી વગરનો ડોક્ટર પાટડીના બજાણા ગામેથી ઝબ્બે કર્યો હતો. તેની પાસેથી રૂ.15,312નો મુદામાલ જપ્ત કરાયો હતો.

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસઓજીપીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એસઓજી એએસઆઇ મગન લાલ રાઠોડ, મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા સહિત પોલીસ દસાડા તાલુકા વિસ્તારમાં બોગસ ડોક્ટરની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...