લાશ મળી આવી:લીંબડી બસ સ્ટેન્ડમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું બહાર આવ્યું છે. આ અજાણ્યા યુવાનની લાશ પાસે એક સૂટકેસ પણ મળી આવી છે. ત્યારે આ સૂટકેસમાં શું છે ? તેના આધારે હાલમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

યુવાનની પાસેથી બિનવારસી સુટકેસ પણ મળી આવી
લીંબડી પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સવારના સમયે લીંબડી બસ સ્ટેન્ડ વિભાગમાંથી લીંબડી પોલીસ મથકે ફોન આવ્યો હતો અને એક લાશ પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી પોલીસ તાત્કાલિક અસરે લીંબડી બસ સ્ટેન્ડમાં પહોંચી અને આ યુવાનની લાશનો કબજો સંભાળી અને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા યુવાનની લાશ પાસે એક બિનવારસી સુટકેસ પણ મળી આવી છે. આ સુટકેશના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં યુવાનની લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડી અને આગળની વધુ તપાસ હાલમાં લીંબડી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...