સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશીયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન પાસે તેમજ નર્મદાની કેનાલોમાંથી વારંવાર લાશો મળી આવે છે. ત્યારે લખતર ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક આવેલા એનસી 32 નંબરના એચઆરના ગેટમાં ફસાયેલી હાલતમાં અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. જે લાશ જોતા મરનારની ઉમર આશરે 25થી 35 વર્ષની હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
જ્યારે બીજી લાશ ઢાંકી અને છારદ નજીક આવેલા લીંબડ ગામ તરફ જવા પુલ નજીક અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા પુરૂષની લાશ તરતી મળી હતી. જે લાશ બહાર કાઢતા પુરૂષના છાતીના ભાગ ઉપર અંગ્રેજીમાં TR લખેલુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જે બંને લાશ કેનાલોમાં તરતી હોવાની જાણ રાહદારીઓને થતા રાહદારીઓએ લખતર પોલીસ વિભાગમાં જાણ કરતા રાજભા સોલંકી, કુલદીપસિંહ રાણા, ધનજીભાઈ સહીતની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ બંને લાશોને કાઢવા માટે સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની મદદ લેવાની ફરજ પડી હતી. જે ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બંને તરતી લાશોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બંને લાશોને કેનાલ બહાર કાઢી પોલીસે કબ્જે લઈને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં ઢાંકી એનસી 32ના ગેટ પાસેથી મળી આવેલી લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી લખતર હોસ્પિટલથી ફોરેન્સીક માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યારે વાલી વારસદારોની શોધખોળ માટે વધુ તપાસ લખતર પોલીસ હાથ ધરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.