તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોની કસોટી:સુરેન્દ્રનગરમાં શાળા ખૂલ્યાના 118 દિવસ પછી બોર્ડના છાત્રોની કસોટી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 10થી 25 મે દરમિયાન રાજ્યમાં બોર્ડની પરીક્ષા લેવાશે

જિલ્લામાં 11 જાન્યુઆરીથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખૂલી છે. ત્યારે બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની વાર્ષિક પરિક્ષાઓની જાહેરાત કરાઇ છે. જિલ્લાના 33,687 વિદ્યાર્થીઓ શાળા ખૂલ્યાના 118 દિવસ પછી વાર્ષિક પરિક્ષાઓ આપશે.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ભલે શાળાઓ શરૂ થઇ ન હતી. તેમ છતાં જૂન માસથી વિદ્યાર્થીઓ હોમ લર્નીંગ થકી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. રાજય સરકારના શિક્ષણ બોર્ડ દ્વારા 70 ટકા કોર્ષ સાથે પરિક્ષા લેવાની જાહેરાત તો કરી જ દીધી છે. છે. તો શાળાઓમાં કોર્ષ પૂરો છે હવે માત્ર રીવીઝન જ કરવાનું રહેશે.

શાળાઓ ખૂલ્યાના 22 દિવસ બાદ સરકારે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિક્ષાની જાહેરાત કરી છે. જેમાં તા. 10 થી 25 મે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બોર્ડના 33,687 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમમાં ધો. 10નું પ્રથમ પેપર તા. 10 મેના રોજ અને અંતિમ પેપર 20 મેના રોજ લેવાશે.

જયારે ધો. 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા તા. 10થી 25 મે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા તા. 10થી 21 મે સુધી ચાલશે. આમ, જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ શાળાઓ ખૂલ્યાના 118 દિવસ પછી પરિક્ષા આપશે.બોર્ડના વર્ષોમાં તા. 3ને બુધવારે 77 ટકા અને ધો. 9 અને 11ના વર્ગોમાં 58 ટકા હાજરી નોંધાઇ હતી.

વિદ્યાર્થીઓ શાળામાં તો આવે જ છે, પરિક્ષા આપવામાં સંકોચ નહીં અનુભવે
બોર્ડની પરિક્ષા માટેના કેન્દ્રો આગામી સમયમાં નક્કી થશે. પરંતુ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે પરિક્ષા આપી શકે તે રીતના પરિક્ષા સ્થળ નક્કી કરાશે. શાળાએ વિદ્યાર્થીઓ આવતા હોઇ પરિક્ષામાં પણ સંકોચ નહી અનુભવે.- એસ.એમ.બારડ, જિલ્લા શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો