રેલ ટ્રાફિકને અસર:વાગડિયા- થાન- લાખામાંચી - દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં તા.4થી 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે
  • 2 ટ્રેન રદ કરાઇ, 8 ટ્રેન આંશિક રીત રદ્ કરાઇ જ્યારે 4 ટ્રેન રૂટ પર મોડી ચાલશે

સુરેન્દ્રનગર- રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા- થાન- લાખામાંચી -દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 4 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થનાર છે.આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ અને ભાવનગરના માસુક અહમદે જણાવ્યા મુજબ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 5 થી 15-1-2023 સુધી અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 6 થી 16-1-2023 સુધી રદ કરાઇ છે. જ્યારે અમુક ટ્રેન આંશીક રદ કરાઇ છે. જેમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસને 4 થી 14-1-2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવાશે.

આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઓખા- ભાવનગર એક્સપ્રેસને 5 થી 15-1-2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવાશે. આ ટ્રેન ઓખા- સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. અમદાવાદ- વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 5 થી 15-1-2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવાશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

વેરાવળ- અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 5થી 15-1-2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવાશે.આ ટ્રેન વેરાવળ- સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.મુંબઈ સેન્ટ્રલ- હાપા દુરંતો એક્સપ્રેસને 4થી 14-1-2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવાશે. આ ટ્રેન સુરેન્દ્રનગર- હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. બાંદ્રા- જામનગર હમસફર એક્સપ્રેસને તા.5, 7,9, 12અને 14 જાન્યુઆરી 2023 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવાશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર- જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.જામનગર- બાંદ્રા હમસફર એક્સપ્રેસને તા.6, 8, 10, 13 અને 15 જાન્યુઆરી 2023ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવાશે.

આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.હાપા- મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 5-1-2023 થી 15-1-2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવાશે. આમ આ ટ્રેન હાપા- સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.આ ઉપરાંત ચાર ટ્રેન માર્ગમાં મોડી ચાલશે જેમાં બુધવારે મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને હાપા- મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે.ગુરૂવારે મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી થશે. શુક્રવારે ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ મોડી થશે.મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી ચાલશે.આથી મુસાફરો વધુ વિગત માટે www.enquiry.indianra il.gov.in ની મુલાકાત લેવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...