આયોજન:જિલ્લામાં વિવિધ રોગોને લઇને બ્લોક હેલ્થ મેળા યોજાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 22 એપ્રિલ દરમિયાન આરોગ્યની ટીમ નિષ્ણાંત તબીબો સાથે કામગીરી કરશે

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. 18 થી 22 એપ્રિલ દરમિયાન તાલુકા કક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓનો ધમધમાટ થશે. જેમાં 19મીએ લખતરમાં, 20મીએ થાન, 21મીએ ચોટીલા અને 22 એપ્રિલે ધ્રાંગધ્રામાં મેળા યોજાશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળામાં તમામ પ્રકારના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સેવા આપશે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા મળતી સેવાઓ અંગે તમામ પદાધિકારીઓને માહિતગાર કરાશે. જિલ્લામાં ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, બીપી, કીડની તેમજ અન્ય તમામ વિભાગ, બાળરોગ, સ્ત્રીરોગ, આંખના સર્જન, કાન, નાક,ગાળના સર્જન, જનરલ સર્જન વગેરે તમામ સારવાર અને નિદાનની વ્યવસ્થા કરવામા આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય અંતર્ગત આયુષ્માન કાર્ડ પણ લાભાર્થીઓને કાઢી અપાશે.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર જણાવ્યુ કે જિલ્લા વિકાસ અધિકારી કે.સી.સપંટના માર્ગદર્શન નીચે આગામી 18 એપ્રિલના રોજ વઢવાણ આનંદભુવન ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્યનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અધ્યક્ષસ્થાને સાંસદ અને કેન્દ્રીય રાજયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા,, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણી, તમામ સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના તમામ સરપંચો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...