અકસ્માતનો ભય:ડિવાઇડરની લાઇટોમાં ખામી સર્જાતા સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર અંધારપટ

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર બસ સ્ટેનશન માર્ગ પર ડિવાઇડર લાઇટોમાં ખામી સર્જાતા લાઇટો બંધ રહેતા અંધારું થયું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર બસ સ્ટેનશન માર્ગ પર ડિવાઇડર લાઇટોમાં ખામી સર્જાતા લાઇટો બંધ રહેતા અંધારું થયું હતું.
  • હોસ્પિટલ સહિતનાં સ્થળો અને અંધારાથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર અવારનવાર લાઇટો બંધ થઇ જાય છે. ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર અંદાજે 3 જેટલા વીજપોલની ડિવાઇડર લાઇટ બંધ થઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવાની સાથે અકસ્માતનો ભય ફેલાયો હતો. સુરેન્દ્રનગરથી વઢવાણ ગેબનશાપીર સર્કલ સુધી મોટી સંખ્યામાં મુખ્ય રસ્તાઓ પર વીજપોલ નાખવામાં આવ્યા છે. પરંતુ આ રસ્તાઓ પર વારંવાર રાત્રિના સમયે લાઇટો બંધ થઇ જતી હોવાથી અંધારું થઇ જાય છે.

જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઊઠી છે. આ રસ્તાઓ પર કોલેજ, આઇટીઆઈ, ટ્રાફિક પોલીસ ચોકી, બસ સ્ટેશન તેમજ ગાંધી હોસ્પિટલ તેમજ ધાર્મિક મંદિરો પણ આવેલા છે. ત્યારે દર્દીઓ, મુસાફરો સહિતના લોકોની અવરજવર તેમજ વાહનોની પણ અવરજવર વધુ રહે છે.

આથી આ બંધ લાઇટોના કારણે અકસ્માતનો ભય રહે છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાગ ઊઠી હતી. જ્યારે આ અંગે પાલિકા તંત્રે જણાવ્યું કે, આ વિસ્તારમાં અંદાજે 3 જેટલા વીજપોલની ડિવાઇડર લાઇટોમાં ખામી સર્જાતા હોવાથી લાઇટ બંધ છે જેને રિપેરીંગ કરીને ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...