તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય ખેંચતાણ:ટિકિટ મુદ્દે ભાજપમાં ભંગાણ રબારી-જૈન સમાજમાં રોષ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા 4 સભ્યને આ ચૂંટણીમાં ટિકિટ ન મળતાં રોષે ભરાયા હતા. જેને પહલે શુક્રવારે મોડી સાંજે વઢવાણ સોમપુરાની વાડીમાં ભાજપના 4 પૂર્વ કોર્પોરેટરો, ભાજપના અન્ય હોદ્દેદારો અને 200 કાર્યકરો સાથે ભાજપને રામરામ કહી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તસવીર-અસવાર જેઠુભા - Divya Bhaskar
વઢવાણ પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા 4 સભ્યને આ ચૂંટણીમાં ટિકિટ ન મળતાં રોષે ભરાયા હતા. જેને પહલે શુક્રવારે મોડી સાંજે વઢવાણ સોમપુરાની વાડીમાં ભાજપના 4 પૂર્વ કોર્પોરેટરો, ભાજપના અન્ય હોદ્દેદારો અને 200 કાર્યકરો સાથે ભાજપને રામરામ કહી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તસવીર-અસવાર જેઠુભા
  • સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાના ઉમેદવારોની પસંદગી મુદ્દે ભાજપના જ સભ્યોમાં નારાજગી જોવા મળી

સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ સંયુક્ત નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયાના બીજા દિવસે શુક્રવારે આંતરિક રોષ અને નારાજગી સપાટી પર આવ્યા હતા. એક તરફ પક્ષના જ આગેવાનો-કાર્યકરોની નારાજગી જોવા મળી હતી જ્યારે એક જ ટિકિટ ફાળવાતાં રબારી સમાજ અને પૂર્વ પ્રમુખની ટિકિટ કપાતાં જૈન સમાજમાં પણ રોષ ફેલાયો હતો. વઢવાણ પાલિકાના 4 સભ્યની ટિકિટ કપાતાં ચારેય સભ્ય 200 ટેકેદાર સાથે કૉંગ્રેસમાં જોડાયા હતા. બીજી તરફ રબારી સમાજને સંગઠનમાં હોદ્દો આપવા તથા પ્રદેશ કક્ષાએ લાગણી પહોંચાડવાની વાત કરી ભાજપના આગેવાનોએ રબારી સમાજનો રોષ ઠાર્યો હતો.

બેઠકમાં ભાજપના કાર્યકરોને કૉંગ્રેસના ખેસ પહેરાવવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોની સંખ્યા એટલી વધુ હતી કે તેમને પહેરાવવા માટે ખેસ પણ ખૂટી ગયા હતા.
બેઠકમાં ભાજપના કાર્યકરોને કૉંગ્રેસના ખેસ પહેરાવવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોની સંખ્યા એટલી વધુ હતી કે તેમને પહેરાવવા માટે ખેસ પણ ખૂટી ગયા હતા.

વઢવાણ પાલિકાના ભાજપના 4 સભ્યને આ ચૂંટણીમાં ટિકિટ ન મળતાં વઢવાણ ભાજપ અને પાલિકામાં બળવો થયો છે. અન્યાય થયાની લાગણી સાથે રોષે ભરાયેલા આ ચારેય સભ્ય અને ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, ભરવાડ સમાજ તથા દલવાડી સમાજના 200થી વધુ ટેકેદારે કૉંગ્રેસમાં જોડાયા હતા. આ રાજકીય પરિવર્તનથી ભાજપને વઢવાણમાં મોટો ફટકો પડશે જ્યારે કૉંગ્રેસને ફાયદો થશે, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.ગત ચૂંટણીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા અલગ અલગ હતી જયારે આ ચૂંટણીમાં બંને પાલિકાને એક કરીને સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાના નેજા હેઠળ ચૂંટણી યોજાશે.

આથી વોર્ડની સંખ્યા ઘટી જતાં સભ્યોની સંખ્યા પણ ઘટી ગઈ છે. અને આથી જ ભાજપ અને કૉંગ્રેસ. બંનેના ઘણા સભ્યોની ટિકિટ કપાઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને ભાજપે સંયુક્ત પાલિકા માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ જે લોકોની ટિકિટ કપાઈ હતી, તે સભ્યોમાં અસંતોષ ભભૂકી ઊઠ્યો હતો. આવા સમયે વઢવાણ પાલિકા હતી ત્યારે વોર્ડ નં-4માંથી ચૂંટાયેલા અંકિતસિંહ ભટ્ટી, વોર્ડ નં-5ના સભ્ય રાયસંગભાઈ ડોડિયા અને વોર્ડ નં-9માંથી ચૂંટાયેલા કૈલાસબા વિક્રમસિંહ ડોડિયા, વોર્ડ નં-11ના વિક્રમસિંહ જાદવ ભાજપ યુવા મોરચાના હોદેદારો સહિતના ભરવાડ સમાજ અને દલવાડી સમાજના 200થી વધુ ટેકેદાર સાથે શુક્રવારે મોડી સાંજે કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

ખાંડીપોળ ખાતે આવેલી સોમપુરાની વાડીમાં કૉંગ્રેસના પ્રદેશ નિરીક્ષક મહેશભાઈ રાજપૂત, ગીરીરાજસિંહ ઝાલા, સતીષભાઈ ગમારા, વિક્રમભાઈ દવે સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના સભ્યો સહિતના ટેકેદારો કૉંગ્રેસમાં જોડાયા હતા.

કૉંગ્રેસની મુંઝવણ

ભાજપ છોડી આવેલાને ક્યાંની ટિકિટ આપવી!?
કૉંગ્રેસમાં જોડાયેલા ભાજપનાં મોટાં માથાંને કૉંગ્રેસ ટિકિટ આપીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા સેવાઈ રહી છે પરંતુ કૉંગ્રેસે મોટા ભાગનાં નામો નક્કી કરી નાખ્યા છે ત્યારે પોતાના કોને કાપીને ભાજપમાંથી આવેલાને ટિકિટ ક્યાં આપવી તે પક્ષ માટે પણ મોટો પ્રશ્ન છે. જો આ 4 સભ્યને ટિકિટ આપીને કૉંગ્રેસ મેદાનમાં ઊતારે તો ભાજપને ભારે પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો