તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષોમાં ભાંજગડ:ભાજપ, જીત માટે અઘરી બેઠક પર કૉંગ્રેસની યાદી પર મદાર

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચોટીલા શહેર કૉંગ્રેસ પ્રમુખ અને તેમના ટેકેદારો, સમર્થકોને જિલ્લા ભાજપના અગ્રણીઓએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા.  - Divya Bhaskar
ચોટીલા શહેર કૉંગ્રેસ પ્રમુખ અને તેમના ટેકેદારો, સમર્થકોને જિલ્લા ભાજપના અગ્રણીઓએ ખેસ પહેરાવીને આવકાર્યા હતા. 
 • સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ભાજપમાંથી 152 અને કૉંગ્રેસમાંથી 150ની દાવેદારી
 • પેજપ્રમુખના કાર્ડ વિતરણ સમારોહમાં ચોટીલા કૉંગ્રેસ પ્રમુખે ટેકેદારો સાથે ખેસ પહેર્યો

ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ અજય સામંડે શુક્રવારે અગ્રણી ટેકેદારો અને કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ચોટીલામાં વિધાનસભા વિસ્તારના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ સમારોહ ટાણે અજય સામંડે ભગવો ખેસ પહેર્યો હતો. ઝાલાવાડના કૉંગ્રેસના દિગ્ગજ સ્વ. મોતીભાઈ અને ભગવાનભાઈ રબારી પરિવારની બીજી પેઢી ભાજપમાં સક્રિય છે પરંતુ ત્રીજી પેઢી એટલે અજય સામંડ કોંગ્રેસ સક્રિય હતા.

તાલુકા કૉંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાવળિયાએ કહ્યું કે શહેર પ્રમુખે છેડો ફાડતાં ગ્રામ્ય કક્ષાએ કોંગ્રેસને બહુ ફર્ક ન પડે. તેઓ શહેરમાં વધારે કાર્યરત હતા એટલે શહેરી કક્ષાએ થોડો ફર્ક પડી શકે છે. બીજી તરફ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે વર્ષોથી રાજનીતિમાં આ પરિવાર સક્રિય છે. જેઓનું મોટુ સામાજીક વર્ચસ્વ છે. તેઓના આવવાથી ભાજપને ચોક્કસ ફાયદો થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજીક વર્ચસ્વનો સીધો લાભ ભાજપને મળશે.

જનતાનો મેન્ડેટ ભાજપની સાથે જ છે
​​​​​​​
કાર્યકરોની સાથે સમાજના આગેવાનોના મંતવ્યો લઈને ઉમેદવાર પસંદ કરાશે. ભાજપની સ્પષ્ટ બહુમતી આવે તેવી વ્યૂહરચના સાથે ભાજપે માઇક્રો પ્લાનિંગ કર્યું છે. જનતાનું મેન્ડેટ ભાજપને મળ્યું છે.’ > જગદિશભાઇ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો