સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં ભાજપના સાંસદ અને વિદેશ રાજ્યકક્ષાના મંત્રીએ જગતના તાતનું અપમાન કર્યુ હોવાથી જાહેર માધ્યમથી માફી માંગવા માંગ કરી હતી. જો તેમ નહીં કરેતો આંદોલનની ચીમકી આપી હતી.
સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હિતેશભાઇ નાયકપરાની આગેવાનીમાં કમલેશભાઇ કોટેચા, પરષોતમભાઇ મકવાણા સહિત આગેવાનોએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યા મુંજબ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ખેડૂત એટલે ધરતી પરનો ભગવાન જે પરસેવો પાડી ધાન્ય પકવી લોકોનુ પેટ ભરતા હોવાથી જગતના તાત તરીકે ઓળખાય છે.આથી જય જવાન અને જય કિશાન જેવા નારાથી દેશના રીયલ હીરોને આદર સન્માન અપાયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ મીડીયામાં ખેડૂતો મવાલી છે તેવુ નિવેદન આપ્યુ છે.
મવાલી એટલે ગુંડા, આવારા અને અસામાજીક તત્વો માટે વપરાતા શબ્દો સાંસદને વિદેશ રાજ્યકક્ષાના મંત્રીએ કહી ખેડૂતોનુ સ્વમાન અને સ્વાભિમાનનું હનન કર્યુ હોવાથી તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આમ બોલનાર મંત્રી જાહેર માધ્યમથી ખેડૂતોની માફી માંગે તેવી માંગ કરી હતી. જો તેમ નહીં કરાય તો વિરોધ પ્રદર્શન અને ધરણા કરવાની ચિમકી આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.