વિધાનસભા ચૂંટણીના પડઘમ:સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારની પસંદગી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારની પસંદગી અંગે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટલ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કે.સી.પટેલ, મયંક નાયક અને પુષ્પાબેન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારની પસંદગી અંગે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ચોટીલા વિધાનસભાની બેઠક માટે સેન્સ શરૂ કરવામાં આવી હતી.

જેમાં કે.સી.પટેલ, મયંક નાયક અને પુષ્પાબેન મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અને સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ઈચ્છુક ઉમેદવારો બાયોડેટા લઈ અને સેન્સ આપવા પ્રેસિડેન્ટ હોટેલે પહોંચ્યા હતા.

સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટલમાં પૂર્વ મંત્રીઓ, મંદિરના મહંતો અને પૂર્વ ધારાસભ્યોએ પણ સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ બેઠકો પર ટિકિટની માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પસંદગી માટેની આ મેરોથોન બેઠક બાદ સેન્સ પૂર્ણ કર્યા બાદ ઈચ્છુક ઉમેદવારોની યાદી બનાવી અને દિલ્હી મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...