ચોટીલામાં જામશે ચતુષ્કોણીય જંગ:ભાજપે શામજી ચૌહાણ, કૉંગ્રેસે ઋત્વિક મકવાણા અને AAPએ રાજુ કરપડાને ટિકિટ આપી, સોમા પટેલ અપક્ષ તરીકે ઝુકાવશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં આ ચૂંટણીમાં ચોટીલા બેઠકનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. અહીં ભાજપ, કૉંગ્રેસ, આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ જામવાની પૂરી શક્યતાઓ છે.

શામજી ચૌહાણ
શામજી ચૌહાણ

ભાજપે પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ટિકિટ આપી
ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને મેદાને ઉતાર્યા છે. તો કૉંગ્રેસ વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપિટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં રાજુ કરપડાને ટિકિટ આપી છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સોમાભાઈ પટેલને કોઈ પક્ષે ટિકિટ ન આપતા અપક્ષ તરીકેનું ફોર્મ ઉપાડ્યું છે. તે ચોટીલા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા છે.

ઋત્વિક મકવાણા
ઋત્વિક મકવાણા

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા બેઠક-63 પર ભાજપ પક્ષ દ્વારા શામજીભાઈ ચૌહાણની ટિકિટ આપવામા આવતાં ચુંટણી જંગ જામશે. ત્યારે ચોટીલા વિધાનસભા બેઠક પર કુલ મતદારો 2.61 લાખ છે. જેમાં મુખ્યત્વે ક્ષત્રિય, ઠાકોર, તળપદા કોળી, માલધારી સમાજ મુખ્યત્વે છે.

રાજુ કરપડા
રાજુ કરપડા
સોમાભાઈ પટેલ
સોમાભાઈ પટેલ
અન્ય સમાચારો પણ છે...