પેટાચૂંટણી:સુરેન્દ્રનગર અને લીંબડી પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે, સીટ જાળવી રાખવા ભાજપના પ્રયાસ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો છેલ્લી ઘડીનો પ્રચાર. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો છેલ્લી ઘડીનો પ્રચાર.
  • સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર આપમાં જોડાતાં પેટા ચૂંટણી થશે.
  • લીંબડીમાં વોર્ડ-5ના ઉમેદવારનું અવસાન થતાં તેમના પુત્રને જ ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા
  • કોંગ્રેસ-આપની ટક્કર, ભાજપને લાભ​​​​​

સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર અને લીંબડી આ 2 પાલિકામાં પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલ ફરીથી ગરમાયો હતો. ત્યારે આજે બંને પાલિકાની પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં જ્ઞાતિનું સમીકરણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બંને પાલિકામાં આમ તો ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેને બોડીનું રાજ છે. છતાં જે બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે તે બંને બેઠક ભાજપની હતી. અને આથી જ પોતાની શાન જાળવી રાખવા માટે બંને બેઠકો સર કરવા માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. જ્યારે સામે કોંગ્રેસ, આપ અને બસપાએ પણ કોઇ કસર છોડી નથી. ત્યારે ચૂંટણીની હાર જીત માટે મહત્ત્વના એવા મતદારો મૌન બનીને બેઠા હતા જે આજે પોતાના મીજાજનો પરચો આપશે.

સુરેન્દ્રનગર પેટા ચૂંટણીમાં આપનું પાણી મપાઇ જશે
સુરેન્દ્રનગર પાલિકાની ચૂંટણીમાં 52 બેઠકમાંથી 49 બેઠક જીતીને ભાજપે વિજય મેળવ્યો હતો. પરંતુ વોર્ડ નં. 6ના ભાજપના ઉમેદવાર હિતેશભાઇ બજરંગે અસંતોષ સાથે રાજીનામું આપીને આપમાં જોડાતા પેટા ચૂંટણી જાહેર થઇ છે. ભાજપે કડવા પાટીદાર પરેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આપે રંજનબેન પટેલને તો કોંગ્રેસે જોરાવરનગરમાંથી ચૂ઼ંટણી લડી ચૂકેલા સેલાભાઇ ભરવાડને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારે રાજીનામું આપ્યું છે અને તેમના માથે આપના ઉમેદવારને જીતાડવાની મોટી જવાબદારી છે. રેગ્યુલર ચૂંટણીમાં આ વોર્ડમાંથી ભાજપની પેનલ વિજયી બની હતી. આથી જ પેટા ચૂંટણીમાં ભાજપ પોતાની ગયેલી સીટ જાળવી રાખવા માટે કોઇ કસર છોડવા નથી માંગતું.

લીંબડી વોર્ડ નં-5ની ચૂંટણીમાં કોંગ્રેસના મત આપ કાપશે
લીંબડી વોર્ડ નં-5ની 1 બેઠકમાં ભાજપના ઉમેદવાર દર્શન ખાંદલા, બસપાના બાબુભાઈ પરમાર દલવાડી જ્ઞાતિના છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ રાઠોડ ક્ષત્રિય અને આપના મયુર દુલેરા દલિત છે. ગત વખતે વોર્ડ નં-5ની ચૂંટણીમાં વિજેતા સ્વ.ડાયાલાલ ખાંદલાના પુત્રને ભાજપે ટિકિટ આપતા સ્થાનિક ઉમેદવાર હોવાનો લાભ મળશે તે નિશ્ચિત છે.

​​​​​​​વોર્ડ નં-5માં દલવાડી સમાજના 767 મતદારો છે. બસપાના બાબુ પરમાર દલવાડી છે પરંતુ તેઓ સ્થાનિક વોર્ડના નથી. આ વોર્ડમાં દરબારોના 603 મત છે. જ્યારે દલિતોના 1113 મત છે. પરંતુ વોર્ડમાં કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે મતનું ધ્રૃવીકરણ થવાની સંભાવના છે. જેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...