પોસ્ટલ બેલેટથી મતદાન:જિલ્લામાં 10658માંથી ભાજપને સૌથી વધુ 4515 પોસ્ટલ મત મળ્યા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારી કર્મીઓના પ્રશ્નો ઉઠાવવા છતાં આપને 3582 મત જ મળ્યા

જિલ્લામાં 10658 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ 3141 વઢવાણ અને સૌથી ઓછું 1456 દસાડા બેઠક પર મતદાન થયું હતું. આ મતોની ગણતરી કરાતાં જિલ્લામાં સૌથી વધુ 4515 પોસ્ટલ મત ભાજપને મળ્યા હતા. બીજા ક્રમે આપને 3582 અને કૉંગ્રેસને 2174 મત મળ્યા હતા. મહત્ત્વનું છે કે પોસ્ટલ બેલેટમાં 186 મત નોટાને મળ્યા હતા, જેમાં દસાડામાં 21, લીંબડીમાં 43, વઢવાણમાં 80, ચોટીલામાં 21 અને ધ્રાંગધ્રામાં 21 મત નોટાને મળ્યા હતા.

દસાડામાં અપક્ષ કરતાં વધુ મત નોટાને મળ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકારી કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો જેવા કે પગાર વધારો, નવી પેન્શન સ્કિમ સહિત વિવિધ પ્રશ્ને બાંયો ચઢાવી હતી, જેને કારણે સરકાર પણ મુંઝવણમાં હતી. સરકારી કર્મચારી સહિત લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેમાં 10658 મત નોંધાયા હતા. જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે 4515 મત સાથે ભાજપના ઉમેદવારોને સૌથી વધુ મત મળ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીએ જો સરકાર બને તો સરકારી કર્મીઓને લાભો અપાવવાની વાત કરતા જિલ્લામાં બીજા ક્રમે પોસ્ટલ બેલેટ મતદાનમાં મત મેળવવામાં આપ 3582 મત સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે પોસ્ટલ મતદારોની ત્રીજી પસંદ કૉંગ્રેસ રહેતા 2174 મત મળ્યા જિલ્લામાં સૌથી વધુ વઢવાણના ભાજપના ઉમેદવારને 1452 મત મળ્યા હતા જ્યારે સૌથી ઓછા દસાડાના આપના ઉમેદવારને 264 પોસ્ટલ મત મળ્યા હતા.

પોસ્ટલ મત મેળવવામાં 5માંથી 4માં ભાજપ જ્યારે ચોટીલામાં આપ પ્રથમ પસંદગી હતી જ્યારે 3 બેઠકો લીંબડી, વઢવાણ અને ધ્રાંગધ્રામાં બીજી પસંદ આપ રહી હતી. બીજી તરફ 57માંથી મુખ્ય પક્ષોના 15 ઉમેદવારને બાદ કરતાં 42 ઉમેદવાર અન્ય પક્ષો અને અપક્ષમાંથી હતા. આ 42 ઉમેદવારને પોસ્ટલ મતમાં કુલ 201 મત જ મળ્યા હતા, જેમાં દસાડામાં 12, લીંબડીમાં 52, વઢવાણમાં 81, ચોટીલામાં 33 અને ધ્રાંગધ્રામાં 23 મળ્યા હતા.

બેઠકદીઠ પોસ્ટલ મતદાન

દસાડા
પક્ષમળેલા મત
ભાજપ601
કોંગ્રેસ558
આપ264
અન્ય/અપક્ષ12
નોટા21
કુલ1456
લીંબડી
ભાજપ1100
આપ1090
કૉંગ્રેસ486
અન્ય/અપક્ષ52
નોટા43
કુલ2771
વઢવાણ
ભાજપ1452
આપ1152
કૉંગ્રેસ376
અન્ય/અપક્ષ81
નોટા80
કુલ3141
ચોટીલા
આપ535
ભાજપ474
કૉંગ્રેસ444
અન્ય/અપક્ષ33
નોટા21
કુલ1507
ધ્રાંગધ્રા
ભાજપ888
આપ541
કૉંગ્રેસ310
અન્ય/અપક્ષ23
નોટા21
કુલ1783
અન્ય સમાચારો પણ છે...