તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં 13 ફેબ્રુઆરીના બપોરે ત્રણ વાગ્યા સુધી મેન્ડેટ રજૂ કરવાનો સમય હતો. જેમાં 16 બેઠકો માટે સીધો જંગ જામવાના એંધાણ હતાં, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજૂ ન કરાતા કોંગ્રેસે સીધી શરણાગતી સ્વીકારી ભાજપને મોકળું મેદાન કરી આપ્યું છે. જે અંગે થાન શહેરના કોંગ્રેસના પ્રમુખ મંગળુભાઇ ભગતનો પક્ષના ટોચના આગેવાનો સામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ કરતાં ચકચાર મચી છે.
ભાજપના સભ્યો બિનહરીફ તાલુકા પંચાયતની સત્તા મેળવે તેવા એંધાણ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાના એંધાણ હતા. પરંતુ ફોર્મ ભરવાના 13 ફેબ્રુઆરીના આખરી દિવસે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજૂ ન કરાતા થાન તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સીધી શરણાગતિ સ્વીકારી ભાજપને મોકળું મેદાન કરી આપતા ભાજપના સભ્યો બિનહરીફ તાલુકા પંચાયતની સત્તા મેળવે એવા એંધાણ સર્જાયા છે.
મંગળુભાઇ ભગતનો આગેવાનો સામે આક્ષેપ કરતો વીડિયો કર્યો
આ અંગે થાન શહેરના કોંગ્રેસના પ્રમુખ મંગળુભાઇ ભગતનો પક્ષના ટોચના આગેવાનો સામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોમાં થાન શહેર કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઇ ભગતે જણાવ્યું કે, મેં આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યને અગાઉથી કાંઇક રંધાતુ હોવા અંગે ચેતવ્યા હતા, પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આ વાત આગળ આંખ આડા કાન કરતાં અંતે કોંગ્રેસ પાર્ટી ફોર્મ ભરવાના આખરી દિવસે ત્રણ વાગ્યા સુધીમાં મેન્ટેડ રજૂ ન કરી શકતા મોટી રાજરમત રમત રમાઇ રહી હોવાની આશંકા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.