તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝપાઝપી:મોરબીમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ટેકેદારો વચ્ચે મારામારી, સાંજે કાર્યકરના ઘર પર વળતો હુમલો

મોરબી10 દિવસ પહેલા
  • બંદોબસ્તમાં હાજર પોલીસે બન્ને પક્ષના કાર્યકરોને અલગ પાડ્યા
  • તાલુકા સેવા સદન અને કોંગ્રેસના કાર્યકરના ઘર પર થયેલા હુમલાની ઘટનામાં બેને ઇજા : ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડ્યા
  • સવારથી સાંજ સુધીમાં બે સ્થળે મારામારી થઇ, પોલીસની હાજરી હોવા છતાં કોઇએ ફરિયાદ ન કરી

મોરબી જિલ્લાની પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે ફોર્મ ચકાસણીની કાર્યવાહી અલગ અલગ આર.ઓ કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી દરમિયાન મોરબી પાલિકાના વોર્ડ 1 થી 7ના વોર્ડના ઉમેદવારના ફોર્મ ચકાસણીની કામગીરી તાલુકા સદન ખાતે થઇ રહી હતી ત્યારે વોર્ડ નંબર એકના ભાજપના ઉમેદવાર દેવાભાઈ પરબતભાઇ અવાડિયા અને કોંગ્રેસના કાર્યકર કાળુભાઈ લાડવા કાર્યકર્તાઓ વચ્ચે પહેલા બોલાચાલી થઇ હતી. જે બાદ છુટ્ટાહાથે મારામારી થઈ હતી. જો કે બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી.
તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

બનાવને પગલે ગણતરીની મિનિટમાં ભારે ગરમા ગરમી થઇ ગઇ હતી.જે બાદ બન્ને પક્ષના કાર્યકરોને પોલીસ મથકે લઈ જવાયા હતા .જો કે બન્નેએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મોરબી તાલુકા સેવાસદન ખાતે સોમવારે બપોરે ભરાયેલા ચૂંટણી ફોર્મની ચકાસણીની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો- કાર્યકરો વચ્ચે કોઈ બાબતે ઉગ્રતા વ્યાપી ગયા બાદ હાથોહાથની જામી પડી હતી. મામલો વધુ ઉગ્ર બને એ પહેલાં બંદોબસ્તમાં હાજર રહેલા પોલીસકર્મીઓએ બન્ને જૂથના લોકોને છોડાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બન્ને પક્ષના લોકોને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા.જો કે પોલીસ મથકે નાટકીય વળાંક આવ્યો હતો અને બન્ને એ એક બીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ટાળ્યું હતું.

વોર્ડ નંબર 1ના કાર્યકરો વચ્ચે બબાલ
મોરબી તાલુકા સેવાસદનમાં સોમવારે બપોરના સમયે ચૂંટણી ફોર્મની ચકાસણીની કાર્યાવાહી ચાલી રહી હતી. જે દરમિયાન વોર્ડ નંબર 1ના કોંગ્રેસ અને ભાજપના આગેવાનો અને કાર્યકરો વચ્ચે કોઇ બાબતને લઇને ઉગ્ર વિવાદ થયો હતો. આ વિવાદ વધુ વકરતા ઝપાઝપી થઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર એવા પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના આગેવાન કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારીના દૃશ્યો કોઇએ કેમેરામાં કેદ કરી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

મારામારીના પગલે મોરબીમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાયું
મામલો વધુ ઉગ્ર બને અને પરિસ્થિતિ વણસે એ પહેલા જ સ્થળ પર બંદોબસ્ત માટે હાજર પોલીસકર્મીઓએ બન્ને જૂથના લોકોને છોડાવ્યા હતા. આ મારામારીના બનાવના પગલે મોરબીમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થયા બાદ કેટલા ફોર્મ કેન્સલ થશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય માહોલ જામશે તેમ જાણકારો જણાવી રહ્યાં છે.

કોંગ્રેસના કાર્યકરના ઘર પર મોડી સાંજે અજાણ્યા શખ્સોનો ધોકા અને પાઇપથી હુમલો થતા મામલો ગરમાયો.
કોંગ્રેસના કાર્યકરના ઘર પર મોડી સાંજે અજાણ્યા શખ્સોનો ધોકા અને પાઇપથી હુમલો થતા મામલો ગરમાયો.

મોરબી નગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે મોરબીમાં કાયદો વ્યવસ્થાની જાહેરમાં ચીંથરે ચીંથરા ઉડાડતી બે ઘટના સામે આવી હતી અને પોલીસના સબ સલામતીના દાવાની પોલ ખોલી નાખી હતી. પ્રાંત અધિકારીની ઓફિસમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે મારામારી થઈ હતી. સમાધાન થયાની ગણતરીની કલાકોમાં ફરી કોંગી કાર્યકરના વાવડી રોડ વિસ્તારમાં આવેલા મકાનમાં મોઢે રૂમાલ અને બુકાની બાંધી આવેલા શખ્સોએ ધોકા પાઇપ અને અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કર્નલભાઈ ઉર્ફે કાળુભાઇ નરસીભાઈ લાડવા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઈ લાડવાને ઇજા પહોંચતા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. ઘટનાની જાણ થતાં કોંગી કાર્યકરો અને આગેવાનો હૉસ્પિટલ દોડી ગયા હતા.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ડીવાયએસપી સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.

કાર્યકરના ઘર પર હુમલો થતાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા, બંદોબસ્ત ખડકાયો.
કાર્યકરના ઘર પર હુમલો થતાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા, બંદોબસ્ત ખડકાયો.

હાલ અમારે સમાધાન થઈ ગયું છે, પોલીસ ફરિયાદ નથી કરવાની
અમે તા.13ના રોજ પ્રાંત કચેરીએ અમે ફોર્મ ભરવા ગયા ત્યારે ફોર્મ અમારે બોલાચાલી થઈ હતી અને તે દિવસની વાત અમે ભૂલી ગયા હતા આજે સવારે ફરી ફોર્મ ચકાસણી માટે એકઠા થયા ત્યારે બોલાચાલી થઇ ગઇ હતી.અને અમારી મારામારી થઈ હતી.અમે બચાવ કર્યો હતો.જો કે બાદમાં અમારે સમાધાન થઈ ગયું છે.અમારે પોલીસ ફરિયાદ કરવાની નથી. - દેવભાઈ અવાડિયા, ભાજપ ઉમેદવાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો