સંગ્રામ પંચાયત:પોતાના સમર્થક સરપંચ ચૂંટવા ભાજપ-કોંગ્રેસે કવાયત હાથ ધરી, સૌથી વધુ 75 પંચાયતો પાટડીમાં, સૌથી ઓછી 23 થાનમાં

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઝાલાવાડમાં 498 ગ્રામ પંચાયતની બેલેટ પેપરથી ચૂંટણી: 19 ડિસેમ્બરે મતદાન અને 21મીએ ફેસલો

જિલ્લાના 498 ગામડામાં સરપંચની મુદત પૂરી થઇ રહી છે. જેને રાજ્ય ચૂંટણી આયોગે તમામ ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાની જાહેરાત કરી દીધી છે. જેને કારણે ચૂંટણીનો માહોલ જામવા સાથે રાજકીય ગરમાવો ફેલાઇ છે. આમ તો સરપંચની ચૂંટણી રાજકીય પક્ષના બેનર નીચે નથી લડાતી તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે પ્રયાસો હાથ ધરી દીધા છે. વર્તમાન સમયે સરકાર દ્વારા સરપંચોને મોટી રકમની ગ્રાન્ટની સાથે ઘણી બધી સત્તાઓ પણ અપાય છે. આથી સરપંચની ચૂંટણી જીતવા માટે પણ ગામડાઓમાં હોડ લાગે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 540 પૈકી 498 ગામના સરપંચની મુદત ડિસેમ્બરમાં પૂરી થઇ રહી હતી. આથી રાજ્ય ચૂંટણી આયોગે તા.22-11-2021ના પરિપત્રથી રાજ્ય ભરની બાકી રહેતી બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી છે. ડિસેમ્બર માસમાં મુદત પૂરી થતી આ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આથી ગ્રામ પંચાયતોમાં પોતાના સમર્થનવાળા સરપંચો બેસે માટે હવે જિલ્લાના બન્ને મોટા પક્ષો ભાજપ, કોંગ્રેસે કવાયતો હાથ ધરી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યું હતું.જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.

આથી કોંગ્રેસે પણ પોતાની સ્થિતિ આગામી વિધાનસભામાં સ્થિતિ મજબૂત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સમર્થનવાળા ઉમેદવારો જીતે તેવા પ્રયાસો કરશે. આ આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં આ 498 ગામોના ગ્રામપંચાયતના સરપંચોની બેઠકો પર ઇવીએમના સ્થાને મતપેટી અને બેલેટ પેપરના ઉપયોગથી મતદાન થવા ચૂંટણી આયોગે જાહેર કર્યું છે.

આમ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી વિધાનસભા પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા અને ગ્રામ્ય વિસ્તારના મતદારોને રિઝવવા પ્રયાસો કરશે આથી આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ગામડાનો ઝોંક કોના તરફ રેહેશે તે આગામી સમય જણાવશે. આ ચૂંટણીની જાહેરાતને લઇ તા.22 નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલમાં મુકાઇ છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ

ચૂંટણી જાહેરનોટીસ પ્રસિદ્ધિ

તા.29-11-2021

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ

તા.4-12-2021

ઉમેદવારી પત્રો ચકાસણી કરવા

તા.6-12-2021

ઉમેદવારી પત્રો પરત ખેંચવા

તા.7-12-2021
મતદાનતા.19-12-2021

પુન:મતદાન(જોજરૂર જણાયતો)

તા.20-12-2021
મતગણતરીતા.21-12-2021

​​​​​​​

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના આટલા ગામમાં ચૂંટણી યોજાશે

તાલુકોબેઠક
વઢવાણ37
લખતર42
લીંબડી48
ચૂડા36
સાયલા60
મૂળી49
ચોટીલા68
થાન23
ધ્રાંગધ્રા60
પાટડી75
કુલ498

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...