કેસરીયો લહેરાયો:સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નંબર 6ની બેઠક પર અને લીંબડી નગરપાલિકાની વોર્ડ નં 5ની બેઠક પર ફરીથી ભાજપના ઉમેદવારનો વિજય

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર અને લીંબડી પાલિકા વોર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર અને લીંબડી પાલિકા વોર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
  • સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નં 6માં ભાજપના ઉમેદવાર પરેશ કડીવાલનો 507 મતે વિજેતા
  • લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર 5ની બેઠકમાં ભાજપના ઉમેદવાર દર્શન ડાયાભાઈ ખાંદલા 600થી વધુ મતની લીડ સાથે વિજેતા

સુરેન્દ્રનગર જિલ્લાની ખાલી પડેલી બેઠક માટે રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નંબર 6ની બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. તેમજ લીંબડી નગરપાલિકાની વોર્ડનંબર 5ની બેઠક પર ફરીથી ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નંબર 6 ની બેઠક પર તેમજ લીંબડીન નગરપાલિકાની વોર્ડ નંબર 5ની બેઠક પર ફરીથી ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નંબર 6 ની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરેશ કડીવાલનો 507 મતે વીજેતા થયા છે. આ બેઠક પર ભાજપની સાથે-સાથે કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં હતા.

જ્યારે લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર 5ની ખાલી પડેલી બેઠકમાં ભાજપના ઉમેદવાર દર્શન ડાયાભાઈ ખાંદલા 600થી વધુ મતની લીડ સાથે વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર ભાજપને 1049 મત, આમ આદમી પાર્ટીને 442 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 355 મત મળ્યા હતા. તેમજ BSP 30 મત, અપક્ષને 25 અને નોટામાં 50 મત પડ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ભાજપનો વિજય, લીડ ઘટી
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં. 6માં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર રહેશે તે વાત જગ જાહેર હતી. તેમાં પણ માત્ર 28.74 ટકા જ મતદાન થતા ભાજપને ભીંસ પડશે તેવું લોકો કહેતા હતા. પરંતુ પરિણામમાં ભાજપના ઉમેદવારનો 507 મતે વિજય થયો હતો. જેમાં ભાજપના પરેશભાઇ પટેલને 2262, આપના રંજનબેન પટેલને 1755, કોંગ્રેસના છેલાભાઇ ભરવાડને 606 અને બસપાના મહેશભાઇ દુલેરાને 402 મત મળ્યા હતા. 126 મત નોટાને મળ્યા હતા. રેગ્યુલર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સરેરાશ 2 હજારની લીડથી જીત્યા હતા. જ્યારે પેટા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટી ગઇ હતી.

લીંબડી પાલિકાના વોર્ડ નં-5ની બેઠક જીતનાર ઉમેદવારને ખભે બેસાડી ઉજવણી,
લીંબડી પાલિકાના વોર્ડ નં-5ની બેઠક જીતનાર ઉમેદવારને ખભે બેસાડી ઉજવણી,

લીંબડીમાં બસપા-અપક્ષ કરતાં નોટાને વધુ મત
લીંબડી નગર પાલિકાના વોર્ડ નં-5ના વિજેતા ઉમેદવાર ડાયાલાલ ખાંદલાનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના કાર્યકરોએ પાલિકાની 28મી બેઠકો જાળવી રાખવા કરેલી મહેનતનું પરિણામ મળ્યું હતુ. મંગળવારે મતગણતરી સાથે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો 607 મતે વિજય થયો હતો. ભાજપના દર્શન ખાંદલાને 1049, આપના મયુર દુલેરાને 442, કોંગ્રેસના કિરીટસિંહ રાઠોડને 355 મતો મળ્યા હતા. બસપાના બાબુ પરમારને 30, અપક્ષના નિલેશ ચાવડાને 25 મત મળ્યા હતા. બસપા અને અપક્ષના ઉમેદવારો કરતા નોટામાં પડેલા 50 જેટલા મત અન્ય પક્ષોને પણ વિચાર કરતા કરી દીધા છે. રાજકીય પક્ષો પ્રત્યે મતદારોની નારાજગી ચિંતાનો વિષય બની રહી છે.

સુરેન્દ્રનગરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.
સુરેન્દ્રનગરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.

રણછોડગઢ તાલુકા પંચાયતમાં પણ ભગવો
હળવદની રણછોડગઢ બેઠક પર 79.72 ટકા મતદાન થયું હતુ. ભાજપના હર્ષાબેન મહેશભાઈ કોપરણિયાને 1288 મત, આપના અનુબેન કુંકાવાને 1154 અને કોંગ્રેસના ભારતીબેન ગોપાલભાઈ દોરાલાને 864 મત મળ્યા હતા. ભાજપના હર્ષાબેનનો 134 મતે વિજય થયો હતો. ભાજપે ફરી જીત મેળવી તેનો ગઢ ટકાવી રાખ્યો હતો. રણછોડગઢ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ફરી ભગવો લહેરાતા કાર્યકરો સહિતના લોકોમાં આનંદ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...