તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અને 13મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો આખરી દિવસ છે. અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવારો ટીકીટ મેળવવા એડી ચોટીની જોર લગાવી રહ્યાં છે. અને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષો પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યાં છે. અેમાય ગત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં ભાજપની કરારી હાર થઇ હતી.
એમાય ભાજપે આજે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની દસાડા તાલુકાની 5 સીટો, લખતર તાલુકાની 2 સીટો, ચુડા તાલુકાની 3 સીટો, સાયલા તાલુકાની 4 સીટો, લિંબડી તાલુકાની 4 સીટો, વઢવાણ તાલુકાની 3, મૂળી તાલુકાની 4 સીટો, ચોટીલા તાલુકાની 4 સીટો, થાન તાલુકાની 1 અને ધ્રાંગધ્રા તાલુકાની 4 સીટો મળી સામાન્ય સ્ત્રી, અનુસૂચિત જાતિ સ્ત્રી, બિન અનામત સામાન્ય, સામાન્ય શૈક્ષણિક પછાત સહિતની સીટોના ઉમેદવારોના નામો જાહેર કરતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની 13 વોર્ડની 52 સીટો માટે 50 % મહિલા અનામત સાથે પછાત વર્ગ, સામાન્ય સ્ત્રી, સામાન્ય પુરુષ, અનુસૂચિત જાતિ મહિલા અને અનુસૂચિત જાતિ પુરુષ સહિતના ઉમેદવારોના નામ જાહેર કરાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષોએ એમના ઉમેદવારો જાહેર કરવાની કવાયત હાથ ધરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.