તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:ભાજપે જિલ્લામાં 6 મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા મોરચા અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ સહિતની ટીમની જાહેરાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે પ્રદેશની ટીમ સાથે વિચાર વિર્મસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણાએ કુલ છ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરી દિધી છે. જયારે સુરેન્દ્રનગર શહેરના પ્રમુખ સાથેની ટીમના નામ જાહેર કરવાનું હજુ બાકી છે. જેને લઇને રાજકિય ચર્ચાઓ વહેતી થઇ છે. જિલ્લા ભાજપે જાહેર કરેલા પોતાના મોરચામાં કિશાન મોરચાના પ્રમુખ તરીકે નંદલાલભાઇ પટેલ, મહામંત્રી તરીકે ભરતભાઇ ખાચર, જશુભાઇ વણોલની નિમણુંક કરી છે.

જયારે યુવા મોરચાના પ્રમુખ તરીકે હાર્દિકભાઇ ટમાલીયાને જવાબદારી સોપી છે. જયારે મહામંત્રી પ્રતાપભાઇ ખાચર અને હાર્દિકભાઇ દવે જયારે મહિલા મોરચાના પ્રમુખ હેલતબેન જાની, મહામંત્રી રમીલાબેન મકવાણા, કંચનબેન ઝાલા જયારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઇ વસ્તાણી, મહામંત્રી બળદેવભાઇ પરમાર, જેશીંગભાઇ દેગામા. તો અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ એન.કે.રાઠોડ. જયારે મહામંત્રી દેવજીભાઇ વાઘેલા અને ગજેન્દ્રભાઇ ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે. તો લઘુમતી મોરચાના પ્રમુખ ઇસ્માલભાઈ પટેલ, મહામંત્રી સુલેમાનભાઇ વડગામા અને એ.ડી.વારૈયાના નામની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...